25.9 C
Gujarat
December 22, 2024
EL News

ESG પ્રદર્શન માટે અદાણી ગ્રીનને એશિઆમાં પ્રથમ રેન્કની નવાજેશ સાથે વિશ્વની ટોચની ૧૦ રિન્યુએબલ એનર્જી કંપનીમાં સામેલ

Share
 Ahemdabad, EL News

ઉચ કક્ષાની પારદર્શિતા માટે ISS ESGએ અદાણી ગ્રીનને પ્રાઇમ’ B+ બેન્ડ

અમદાવાદ ૧૫ જૂન ૨૦૨૩: ભારતની સૌથી મોટી રિન્યુએબલ પાવર ઉત્પાદક અને વૈવિધ્યસભર ઉદ્યોગ સમૂહ અદાણી પોર્ટફોલિઓના રિન્યુએબલ એનર્જીના એક અંગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ  પર્યાવરણના જતન માટે અપનાવેલા શ્રેણીબધ્ધ ઉપાયો માટે ISS ESG. દ્વારા એનર્જી સેક્ટરમાં સમગ્ર એશિઆમાં પ્રથમ રેન્ક આપી અને વૈશ્વિક ટોચની ૧૦ કંપનીઓમાં સમાવેશ કર્યો છે.

Measurline Architects

અદાણી ગ્રીન એનર્જીને ESGના મજબુત ધોરણોની જાહેર પ્રથા અને પારદર્શિતાની ઉચ્ચ કક્ષાને માન્યતા આપીને  ‘પ્રાઇમ’ (B+)બેન્ડમાં સ્થાન આપ્યું છે. આ સિમાચિહ્નનરુપ પ્રશસ્તિ નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં વીજ વપરાશ ક્ષેત્રમાં અદાણી ગ્રીન એનર્જી લિ.ને વિશ્વની ટોચની ૧૦ ESG  કંપનીઓમાં સ્થાન હાંસલ કરવાના તેના લક્ષ તરફ એક કદમ આગળ લઇ જાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં સસ્ટેનેલિટીક્સ દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિ.ને રિન્યુએબલ સેક્ટરમાં દુનિયાની ટોચની ૧૦ કંપનીમાં રેન્ક આપવામાં આવી છે.

ભારતમાં ૮૨૧૬ મેગાવોટનો સૌથી વિશાળ ઓપરેટિંગ રિન્યુએબલ પોર્ટફોલિઓ ધરાવતી અદાણી ગ્રીન એનર્જી લિ.ની કામગીરી ક્લાયમેટ ચેન્જ સામે લડવામાં અને વધુ ટકાઉ એનર્જી સિસ્ટમમાં સંક્રમણને સક્ષમ બનાવવામાં તેના યોગદાન મારફત સ્પષ્ટ પર્યાવરણિય લાભો પુરા પાડે છે. સમર્પિત વ્યવસ્થાપન પધ્ધતિ મારફત સંબંધિત સામાજીક અને પર્યાવરણિય જોખમો ઉપર ધ્યાન આપવામાં આવે છે.

કંપની ESGના સિધ્ધાંતોને મુખ્ય રીતે વળગી રહીને તેના વ્યવસાયના વ્યુહમાં જોડવામાં મજબૂત રીતે માને  છે. આ સિધ્ધાંતોનો ઉમેરો સ્થિતિસ્થાપકતાના નિર્માણ સંસ્કૃતિના પરિવર્તનમાં સહાયરુપ થઈ તકોને પધ્ધતિસર પારખીને જોખમોનું વ્યવસ્થાપન કરીને અમારા તમામ હિસ્સેદારોના હિતને સલામતી બક્ષી લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરે છે.  એક સાફ રિન્યુએબલ એનર્જી પ્લેયર બની રહીને અદાણી ગ્રીન એનર્જી રિન્યુએબલ એનર્જી પેદા કરી તેને ગ્રીડમાં પહોંચાડીને ભારતના ડીકાર્બનાઇઝેશનના લક્ષ્યમાં યોગદાન અને સમર્થન આપે છે. સસ્ટેનેબલ એનર્જી ફ્યુચરના તેના વિઝનનું નેતૃત્વ કરવાના એક ભાગરુપે કંપની ક્લાયમેટ ચેન્જ,પાણીની અછત અને કુદરતી સંસાધનોના બિનટકાઉ ઉપયોગના ઉકેલ તરફ દોરી જતા પર્યાવરણિય ઉકેલ પુરો પાડવા કટીબધ્ધ છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત જૈને જણાવ્યું હતું કે કંપનીમાં ESG ફ્રેમવર્કના ચાર સ્થંભો માર્ગદર્શક સિધ્ધાંતો,નીતિઓ,પ્રતિબધ્ધતા અને ખાતરી કંપનીને યુએનના ગ્લોબલ કોમ્પેક્ટ, યુએન સસ્ટેનેબલ ગોલ્ડ, ઇન્ડીઆ બિઝનેસ અને બાયોડાયવર્સિટી ઇનિશિએટીવ્સ,ગ્રીન બોન્ડ પ્રિન્સિપલ્સ અને IFCના  E&Sના પ્રદર્શનને મદદરુપ થઇ રહ્યા છે. અમારી નીતિઓ આ માર્ગદર્શિકા સાથે સંલગ્ન છે અને આ નીતિઓ ધ્યાને રાખી ESGના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. અમારો હેતુ નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં ઇલેક્ટ્રિક યુટીલિટી સેક્ટરમાં  ESG બેન્ચમાર્કીંગમાં વિશ્વની ટોચની ૧૦ કંપનીઓમાં બની રહેવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.

ESG કોર્પોરેટ રેટિંગ સબંધિત અને ભાવિ ESG અને પ્રદર્શન આકારણી પુરી પાડે છે. લગભગ ૭૦૦ ધોરણ અને ચોક્કસ ઉદ્યોગ સૂચકાંક સમગ્ર સેતુને એક તાંતણે બાંધીને ISS ESG પ્રત્યેક રેટિંગ માટે આશરે ૧૦૦ પર્યાવરણિય, સામાજીક અને શાશન સંબંધી સૂચકાંકો લાગુ પાડે છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.એ એક ગૃપ-વાઇડ હેલ્થ અને સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ અમલી બનાવી છે.જે ISO 45001ના ધોરણો સાથે પ્રમાણિત છે.તમામ કર્મચારીઓ માટે એક આચારસંહિતા ઉપરાંત વ્હિસલબ્બોઇગ અને ભ્રષ્ટાચાર પરત્વે ચોક્કસ નીતિઓ છે.

આ પણ વાંચો… ગોધરા-વડોદરા હાઈવે પર શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂ જપ્ત

અદાણી ગ્રીન યુટીલિટી સ્કેલ ગ્રીડ કનેક્ટેડ સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ વિકસાવે છે,નિર્માણ કરે છે, માલિકી રાખી,ચલાવે છે અને જાળવણી કરે છૈ. પેદા કરવામાં આવતી વીજળી કેન્દ્ર અને રાજ્ય સરકારની કંપનીઓ અને સરકાર સમર્થિત નિગમોને પૂરી પાડે છે. ભારતના રિન્યુએબલ એનર્જીના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપી રહેલ અદાણી ગ્રીન એનર્જી ૨૦૩૦ સુધીમાં ૪૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીની ક્ષમતાના લક્ષ્યાંકને મૂર્તિમંત કરવાના પથ ઉપર છે.

 

વધુ માહિતી માટે:www.adanigreenenergy.com

માધ્યમોની પૂછપરછ માટે : roy.paul@adani.com  

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

મારા પપ્પાએ મને હંમેશા એક છોકરાની રીતે ટ્રીટ કરી છે…

elnews

આ સરકારી બેંકની FD પર મળી રહ્યું છે જોરદાર વ્યાજ

elnews

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભૂલથી પણ આ ભૂલ નાનકડી ન કરતા,

elnews

Leave a Comment

error: Content is protected !!