22.9 C
Gujarat
December 21, 2024
EL News

પૂર્વ મંજૂરી વગર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર હવે થશે કાર્યવાહી

Share
Ahmedabad, EL News

ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણને લઈને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી સરકારે સ્વીકારી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું કે, કોઈપણ પ્રસંગે રાજ્ય સરકાર પૂર્વ મંજૂરી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર કાર્યવાહી કરશે. લાઉડસ્પીકરના ઉપયોગ સાથે સંબંધિત નિયમો તમામ ધર્મસ્થાનો પર સમાનરૂપે લાગુ થશે. આમ જનતાને ખલેલ પહોંચાડવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

PANCHI Beauty Studio

રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે

કોઈપણ નીતિ વગર સામાજિક કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો કે ધાર્મિક કાર્યક્રમોમાં ડીજે અને મોટા લાઉડ સ્પીકરના ઉપયોગથી ગુજરાતમાં ધ્વનિ પ્રદૂષણ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મ્યુઝિક સિસ્ટમના કારણે અવાજનું પ્રદુષણ થતું હોવાથી બાળકો, વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હવે રાજ્ય સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.

આ પણ વાંચો…ધો.5 ભણેલા રાજસ્થાનના ભેજાબાજે બોગસ વેબસાઇડ બનાવી

ધ્વનિ પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટની સરકારને ફટકાર 

આ પહેલા હાઈકોર્ટે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણને લઈને સરકારને ફટકાર લગાવી હતી. આ કેસમાં એડવોકેટ જનરલે પણ આવા પ્રદૂષણને સમસ્યા ગણાવી હતી. અરજદાર વતી કોર્ટમાં જવાબ દાખલ કરીને સૂચના આપવામાં આવી હતી, જેમાં વહીવટીતંત્રની સાથે સાથે અવાજ પ્રદૂષણ મુદ્દે જનજાગૃતિ પણ જરૂરી છે. અરજદાર વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, GPCBના નોટિફિકેશન મુજબ લાઉડ સ્પીકરના અવાજની મર્યાદા હોવી જોઈએ. આથી કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે, લાઉડ સ્પીકરના અવાજની મર્યાદા નક્કી કરો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાહુલના માનહાનિ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થશે

elnews

42 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે

elnews

મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત ખેલ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

elnews

Leave a Comment

error: Content is protected !!