EL News

ACB Trap Anand, Gujarat: હું તલાટી ને મળી તમારું નામ ગમેતે રીતે નોંધણી કરાવી આપીશ

Share
 Anand, EL News

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી :- એક જાગૃત નાગરીક

આરોપી :- (૧) કલ્પેશભાઇ પટેલ, તલાટી કમ મંત્રી રાજુપુરા ગ્રામ પંચાયત, જી.આણંદ (ર) મહેશભાઇ અગરસિંહ વાઘેલા, પ્રજાજન રહે. રાજુપુરા, તા.જી.આણંદ
ગુનો બન્યા તારીખ :-તા.૧૯/૦૫/૨૦૨૩

લાંચની માંગણીની રકમ :- રૂ. ૨૧,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂ. ૨૧,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ. ૨૧,૦૦૦/-

ગુનાનુ સ્થળ :- મોજે વાસદ બસ સ્ટેશન, તા.જી.આણંદ

Measurline Architects

ગુનાની ટુંક વિગત :- એવી કે આ કામના ફરીયાદીશ્રી એ એક પ્લોટ ખરીદ કરેલ. જે પ્લોટની તમામ કાર્યવાહી કરવા બદલ આરોપી નં. – ર એ ફરીયાદી પાસેથી ફી પેટે રૂ.૧૪,૦૦૦/- લઈ ગ્રામ પંચાયત ખાતે નામ નોંધણી કરાવી આપવાની બાંહેધરી આપેલ. બાદ ફરીયાદીએ પોતાનુ નામ નોંધણી કરાવવા સારુ આરોપી નં. ૧ નાઓને અરજી આપતા આરોપી નં. ૧ નાઓએ પ્રથમ ફરીયાદીનુ નામ ચઢાવવા ઇનકાર કરેલ. બાદ ફરીયાદી આરોપી નં. ર ને મળી ઉપરોકત હકીકત જણાવતા આરોપી નં – ર એ કહેલ કે, હું તલાટીને મળી તમારુ નામ ગમે તે રીતે નોંધણી કરાવી આપીશ. જેના બદલા માં તમારે તલાટી સાહેબ ને વ્યવહાર કરવો પડશે તેમ કહી આરોપી નં. – ૧ વતી રૂ.૨૧,૦૦૦/- લાંચની માંગણી કરતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય આજ રોજ આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આરોપી નં –ર એ ફરીયાદી સાથે લાંચની માંગણી બાબતે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૨૧,૦૦૦/- સ્વીકારી પકડાઇ ગયેલ તેમજ ટ્રેપ દરમ્યાન પંચો રૂબરૂ આરોપી નં. ર નાઓએ આરોપી નં. ૧ ને ફોન કરી લાંચના નાણા અંગે જણાવેલ આમ બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, આરોપી નં. ર સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

નોંધ :- ઉપરોકત આરોપી નં. – ર ને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચો…   ગુજરાતના 5,000 વિદ્યાર્થીઓ આજથી CUET ટેસ્ટ માં ભાગ લેશે

ટ્રેપીંગ અધિકારી :- સુ.શ્રી એમ.એલ.રાજપુત, પોલીસ ઇન્સ્પેકટર, આણંદ એ.સી.બી. પો.સ્ટે., આણંદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી :- શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સૌથી કઠિન “પ્રણામાં ગર્ભ પિંડાસન ” કરીને નડિયાદ ની ટ્વિંકલ આચાર્યએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો…

elnews

આણંદ: બોરસદની સબ-જેલમાંથી મોડી રાતે ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર

elnews

પલ્સર વેચી ને લિધી હતી પહેલી ફ્રન્ટી અને ત્યારથી ગાડીઓ ની લે-વેચ નો વિશ્વાસ બન્યું A K Auto Consult.

elnews

Leave a Comment

error: Content is protected !!