19.7 C
Gujarat
December 23, 2024
EL News

ગોધરામાં તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા ‘યુવા સંવાદ’ યોજાયો

Share
Panchmahal :

ગોધરા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ જૂનો અને જરૂરી નાતો રહ્યો છે. સરદાર સાહેબે ગોધરા ખાતેથી વકીલાતની કારકિર્દી શરૂ કરી હતી. સાથે સાથે ઐતિહાસિક સ્ત્રોતોમાં પ્રાચીનકાળથી ગોધરાના ઉલ્લેખો મળે છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીમાં ગોધરાના ગોદ્ધહક, ગોદ્દહ, ગોધ્રા અને ગોધરા એવા નામો હતા. સલ્તનત કાળ દરમિયાન ગોધરા ગાયો ચરવાની ભૂમિ તરીકે જાણીતું હતું.

PANCHI Beauty Studio
Advertisement

આઝાદી પહેલા 1917 માં પ્રથમ રાજકીય પરિષદ ગોધરામાં યોજાઈ હતી જેમાં ગાંધીજી, મહોમ્મદ અલી ઝીણા સહિત મોટા રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા અને આ પરિષદમાં જ સરદાર વલ્લભભાઇ પટેલ સૌપ્રથમ વખત મહાત્મા ગાંધીજીને મળ્યા હતા અને તે પછી ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. એવા સરદાર સાહેબના આદર્શો પર યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સતત અને સાતત્યપૂર્ણ કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. અને આ સંસ્થાના વિચારોને છેવાડાનાં સભ્યો સુધી પહોંચાડનાર સંગઠન એટલે યુવા તેજ-તેજસ્વીની સંગઠન.

Panchamahal News

આ સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરાય છે. આજે ત્રીજો કાર્યક્રમ બામરોલી રોડ, ગદકપુર ચોકડી, ગોધરામાં યોજાયો હતો. જેમાં ગોધરા શહેરનું પાટીદાર સમાજનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અત્યાર સુધી યોજાયેલા યુવા સંવાદ કાર્યક્રમમાં ટોટલ 6.5 કરોડનું અધધ કહી શકાય તેવું યોગદાન ટ્રસ્ટીઓ તરીકે જોડાઈને લોકોએ નોંધાવ્યું છે.

આ પણ વાંચો… રોજ ખજૂર ખાવાથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલ થાય છે

આજના યુવા સંવાદ કાર્યક્રમમાં મુખ્ય હાર્દ સમા યુવા સંવાદ સેશનમાં પ્રશ્નોનું નેતૃત્વ શૈલેષભાઇ સગપરિયાએ કર્યું હતું. જેમાં સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાને પુછાયેલ તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપીને તેમણે સહુને ઉત્સાહિત-પ્રોત્સાહિત અને માર્ગદર્શીત કર્યા હતા.

Panchamahal News

આજ રોજ યોજાયેલા કાર્યક્રમમાં ૨૫ લાખના ટ્રસ્ટી દાતા તરીકે પટેલ હરેશ મંગળભાઈ તથા દીક્ષિત કાંતિભાઈ પટેલ જોડાઈને પાટીદાર સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ તરીકે કામ કરતી સંસ્થા સરદારધામને વધુ મજબૂત બનાવવા દાન આપ્યું હતું.કાર્યક્રમનું સમગ્ર આયોજન યુવા તેજ-તેજસ્વીની મધ્ય ગુજરાત ટીમ પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews 

Related posts

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય લેવાઈ શકે છે, જાણો શું છે યુનિફોર્મ સિવિલ કોડ

elnews

સુરતઃ લિંબાયતમાં ગુજરાતનો સૌથી મોટો દહીંહંડી કાર્યક્રમ

elnews

આગામી બે દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવી શકે છે

elnews

Leave a Comment

error: Content is protected !!