Ahmedabad :
અમદાવાદમાં રખડતા ઢોરના કારણે નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો છે. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પણ યુવક બચી શક્યો નહોતો. રખડતા ઢોરનો ત્રાસ સતત શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોર્પેોરેશનના ચોપડે રખડતા ઢોરને પકડવાની કામગિરી પણ નોંધાઈ છે. છતાં પણ આ ત્રાસ યથાવત જ છે. રખડતા ઢોરના કારણે એક યુવકે તેનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં સીએનસીડી વિભાગ દ્વારા રખડતા ઢોરની યોગ્ય કામગિરી ના થતા અધિકારીઓને બદલવામાં પણ આવ્યા છે છતાં પણ આ ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.
બાઈક સવાર ભાવિન પટેલ કે જે યુવકના માથા પર ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું છે. પરીવારે તેનું અંગદાન કરવાનો પણ નિર્ણય લીધો છે. લોકોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, અગાઉ પણ એક આધેડનું મોત પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોરના કારણે થયું હતું.
આ પણ વાંચો… એક મહિનામાં ત્વચા ચમકવા દરરોજ કેસર દૂધનું સેવન કરો
નરોડા વિસ્તારમાં રાહદારી યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે અડફેટે આવતા તેને બાપુનગરની હોસ્પિટમાં લઈ જવાયો હતા અને બ્રેઈન ડેડ થતા કોમામાં પણ ચાલ્યા ગયા હતા પરંતુ બચી ના શકતા યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો.