21 C
Gujarat
December 22, 2024
EL News

રાજકોટમાં યુવા ભાજપના નેતાએ જાહેરમાં કર્યું ફાયરીંગ

Share
 Rajkot , EL News

યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયાએ જાહેરમાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ભાજના નેતાની દાદાગીરી ખુલ્લેઆમ સામે આવી હતી.  સોરઠીયાવાડી સર્કલમાં ફાયરીંગનો બનાવ બનતા ચકચારી મચી જવા પામી છે.
Measurline Architects
રાજકોટમાં સોરઠીયાવાડી સર્કલમાં ફાયરીંગની ઘટના બનતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે કરણ સોરઠીયા વિરુદ્ધ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી છે. યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયાએ ફાયરીંગ કર્યું હતું. આર્મ્સ એક્ટ હેઠળ આ મામલે ફરીયાદ નોંધવામાં આવી છે. કરણ સોરઠીયાએ બે રાઉન્ડ ફાયરીંગ કરી કાયદો હાથમાં લેતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. જો કે, આજુ-બાજુના લોકોમાં પણ આ મામલે રોષ છે.

યુવા ભાજપના મંત્રી કરણસિંહ સોરઠીયાએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પાનની દુકાનની બાજુમાં સૌચાલયમાં જવા મામલે માથાકૂટમાં આ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. જો કે, પોલીસે કબ્જે કરેલી આ કારમાં યુવા મંત્રી શ્રી રાજકોટ શહેર ભાજપ એવું લખેલું બોર્ડ મળ્યું છેકે જ્યાં ભાજપનો ખેસ પણ છે. એ કારમાં બેસીને ફાયરીંગ કર્યું હતું.  નજીવી બાબતમાં ફાયરીંગની ઘટના સામે આવી હતી. આ મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.

આ પણ વાંચો…  ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ

આ હતો સમગ્ર મામલો
પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયા અને કિરણબેન સોરઠીયાનો શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા છે. જેમણે સૌચાલય ખોલવા બાબતે બબાલ કરી હતી. ત્યારે સૌચાલયના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને માર મારવા સુધીની ઘટના બનતા પાનની દુકાનના સંચાલકો એ વચ્ચે પડતા ઝપાઝપી થઈ હતી ત્યારે આ મામલે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેને જોતા આ વિસ્તારમાં ચકચારી મચી જવા પામી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદ શહેરમાં આવતીકાલથી હોટ, ઓરેન્જ હીટ એલર્ટ

elnews

અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ભમ’નું પોસ્ટર લૉન્ચ કરાયું, એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં..

elnews

શહેરના પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી

elnews

Leave a Comment

error: Content is protected !!