25.9 C
Gujarat
December 22, 2024
EL News

અદાણી ગૃપના યોગ ઇન્સ્ટ્રક્ટરે નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

Share
EL News

સ્મિતા કુમારીએ યોગની કઠીન સેન્ટર સ્પ્લીટ પોઝીશન માટે રેકોર્ડ સ્થાપ્યો

અમદાવાદ, ૨૦ જૂન, ૨૦૨૩: અદાણી ગૃપના સ્વાસ્થ્ય સંભાળ વિભાગમાં છેલ્લા ચાર વર્ષથી ઇન હાઉસ યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત સ્મિતા કુમારીએ ત્રણ કલાક ૧૦ મિનિટ અને ૧૨ સેકન્ડ સુધી સમાકોનાસન યોગ(સ્પ્લીટ પોઝીશન) મુદ્રા ધારણ કરવા માટે વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.  આ વિક્રમ સ્થાપવા માટે તાજેતરમાં અમદાવાદમાં કડી મહેનત કરી હતી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ તરફથી મળેલ પ્રમાણપત્ર અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.

Measurline Architects

આ બહુમાનથી રોમાંચિત સ્મિતાએ કહયું હતું કે આ ઉપલબ્ધિ મારા માટે ઉત્સાહવર્ધક છે. સ્વાસ્થ્ય સંભાળ વિભાગના વડા ડો. પંકજકુમાર દોશીએ ગૃપના ચેરમેનને જાણ કરી હતી કે જેમણે મને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું. આ પ્રસંગે અદાણી ગૃપના ટોચના અગ્રણીઓ અદાણી ગૃપના મેનેજીંગ ડાયરેકટર શ્રી રાજેશ અદાણી, એગ્રો, ઓઇલ અને ગેસ)ના મેનેજીંગ ડિરેક્ટર અને અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ના ડાયરેકટર શ્રી પ્રણવ અદાણીને મળવાની તક સાંપડી હતી. જેઓ સાથે મે કારકીર્દીના એક વિકલ્પ તરીકે યોગની પસંદગી તેમજ આ મુદ્રા કરવા માટે મેં જીલેલા પડકારો અને મને મળેલી સફળતાની વિગતે ચર્ચા કરી હતી.

 

આ સમાકોનાસન યોગ(સ્પ્લીટ પોઝીશન) મુદ્રાએ શીખવા માટે તેમાં નિષ્ણાંત થવા અને તેને જાળવવા માટે યોગનું સૌથી કઠીન આસન છે. યોગા, બેલેટ, ડાન્સ, જીમ્નાસ્ટિકસ અને મટીરિઅલ આર્ટસ જેવી શિસ્તમાં નિપૂણતા મેળવવા માટે નિયમિત પ્રેક્ટીસ આવશ્યક છે. અને રાંચીની સ્મિતાએ હવે આ કઠીન સ્થાન જાળવી રાખવા માટે એક વિશ્વ વિક્રમ દર્જ કરાવ્યો છે.

 

આત્મ વિશ્વાસથી ભરપૂર સ્મિતાએ ગત વર્ષે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે નોંધણી કરવા નિર્ણય કર્યો હતો.ઇવેન્ટના અંતિમ દિવસની જ્યારે તે તૈયારી કરી રહી હતી ત્યારે નોંધણી, પેપર વર્ક અને તેની ફી જેવા અનેક પડકારોનો સામનો કરી રહી હતી  ત્યારે અદાણી સ્પોર્ટસલાઇને તેની વહારે આવીને સહાય કરી હતી. લન હાઉસ ફિઝીઓથેરાપિસ્ટ અને ડાયેટીશ્યન સહીત અદાણી સ્પોર્ટ્સલાઇને ઇવેન્ટના આખરી દિવસ સુધી વિક્રમ પ્રસ્થાપિત કરવાની મારી આ સફરમાં જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું હતું.’’ એમ ઉમેરી તેમણે કહયું હતું કે મારા સાથીઓની સહાય અને પ્રોત્સાહન પણ અવર્ણનીય હતું.

 

૨૦૧૯માં અદાણી એન્ટરપ્રાઇઝીસ સાથે એક વ્યવસાયિક યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે જોડાયેલી સ્મિતાએ કહયું હતું કે ’’યોગાને મારા લક્ષ્યનો એક ભાગ હોય તેવું અમદાવાદ સ્થળાંતરની પણ જેમ કયારેય આયોજન ન હતું. આ સ્થળાંતરે મારા માટે જીવન પરિવર્તનને પુરવાર કર્યું  છે. મને મારા સહયોગીઓના રુપમાં પરિવાર મળ્યો છે.’’

આ પણ વાંચો…  પામ ઓઈલમાં ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવા પતંજલિની મોટી તૈયારી

૨૯ વર્ષીય આ દીકરીનું બેક ગ્રાઉન્ડ દૂર દૂર સુધી પણ યોગા આસપાસ ન હતું. તેમણે યોગાના ક્ષેત્રમાં સ્થાન જમાવવા અનેક પડકારો ઉપર જીત મેળવી છે. જ્યાં સુધી આસનોમાં તે સંપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમણે પ્રેકટીસ જારી રાખી હતી. સ્નાતક થયા બાદ ઉત્તરાખંડની દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયમાંથી સ્મિતાએ એપ્લાયડ યોગા અને હ્યુમન સાયન્સમાં માસ્ટર્ કર્યું છે જેમાં તેમને મળેલો ગોલ્ડ મેડલ સ્મિતાની જીંદગાનીનો ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો.

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

SVPI એરપોર્ટે પર અત્યાધુનિક સેલ્ફ-બેગેજ ડ્રોપની સુવિધાનો પ્રારંભ પરેશાની-મુક્ત પ્રવાસ માટે પહેલ

elnews

રાજકોટમાં પીએમ મોદીનો પ્રચંડ રોડ શૉ યોજાયો

elnews

સૂરતમાં ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે

elnews

Leave a Comment

error: Content is protected !!