Breaking News, EL News
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ.
જેમાં કાલોલ તાલુકાના સુવર્ણ હોલ ખાતે લગભગ 500થી વધુ લોકોએ મુશળધાર વરસાદ હોવા છતાં પણ હાજર રહી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણી કરી. શિબિરમાં મુખ્યત્વે મહેમાનોમાં મામલતદાર શ્રી ઝાલા મેડમ, કાલોલ કોલેજ પ્રિન્સિપાલ શ્રી કિશોરભાઈ વ્યાસ, જિલ્લા ઉપપ્રમુખ બીજેપી ડોક્ટર યોગેશ પંડ્યા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી શેફાલીબેન ઉપાધ્યાય, બ્રહ્મકુમારી થી આદરણીય વર્ષા દીદી, કિસાન મોરચા પ્રદેશ સભ્ય સંજયભાઈ રાઠોડ, તેમજ બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
શરૂઆત દીપ પ્રાગટ્ય થી થઈ પુષ્પગુચ્છ તેમજ ખેસ પહેરાવી મહેમાનોનુ સન્માનિત કર્યા. ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાન, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન, યોગ કોચ કાજલબેન તેમજ ટ્રેનર્સ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું. જેમાં બધા જ સાધકોએ અને મહાનુભાવો એ યોગ કર્યા. કાર્યક્રમના અંતે પધારેલ મહેમાનો દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે માનનીય વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે આપણે સૂર્ય નમસ્કાર કરી, હંમેશા નીરોગી રહીએ અને સ્વસ્થ ભારત બનાવીશું, એવો સંકલ્પ પિન્કી બેને કરાવ્યો હતો.
આ પણ વાંચો… શું છે નિપાહ વાયરસ, જેને વધારી લોકોની ચિંતા?
નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસને ગુજરાત સ્ટેટ યોગબોર્ડ એક ઉત્સવ સ્વરૂપે લઈ 33 જિલ્લાઓમાં 73 કાર્યક્રમ કરી, 73 હજાર યોગ સાધકો 7,30,000 સૂર્ય નમસ્કાર કરાવ્યા. અને માનનીય વડાપ્રધાન શ્રી ને જન્મદિનની અનોખી ભેટ આપી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીએ આખા ગુજરાતને આહવાન કર્યું કે આવો યોગ સાથે જોડાઈએ અને વડાપ્રધાન શ્રી ને જન્મદિવસની એક અનોખી ભેટ આપીએ. તો તમે સૌ યોગ સાથે જોડાઓ. આ સાથે ઝોન કો-ઓર્ડીનેટર પિન્કીબેન સર્વ યોગ કોચ, યોગ ટ્રેનર અને જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો કે આટલા બધા વરસાદમાં પણ તેઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા.