Life Style :
Dirty Face Towel Problems:
તમે દરરોજ સ્નાન કર્યા પછી જે વસ્તુનો ઉપયોગ કરો છો તે ટુવાલ છે. તમે નિષ્ણાતોની આ સલાહ સાંભળી જ હશે કે ટુવાલ અથવા ફેસના નેપકિનને નિયમિતપણે બદલતા રહેવું જોઈએ કારણ કે તે રોગોને આમંત્રણ આપે છે. તમે કદાચ કલ્પના પણ નહીં કરી શકો કે તમે જે ટુવાલનો ઉપયોગ કરો છો તે દરેક ઉપયોગ પછી કેટલો ગંદા થઈ જાય છે. આ સાથે જોડાયેલ એક ચોંકાવનારું સત્ય એક રિસર્ચમાં સામે આવ્યું છે, જેને પચાવવું ખૂબ જ મુશ્કેલ છે.
ટુવાલ ગંદા થવાનું કારણ બાહ્ય નથી, પણ આપણે પોતે છીએ. ચાલો જાણીએ રિસર્ચમાં શું બહાર આવ્યું. યુનિવર્સિટી ઓફ એરિઝોનાના માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. ચાર્લ્સ ગર્બા દ્વારા કરવામાં આવેલા રિસર્ચ મુજબ બાથરૂમના ટુવાલના 14 ટકામાં ઈ.કોલી બેક્ટેરિયા જોવા મળે છે. આ બેક્ટેરિયા મનુષ્યની પાચન તંત્રમાં જોવા મળે છે અને મળ દ્વારા ફેલાય છે.
વધવા લાગે છે બેક્ટિરિયા
જો ટુવાલને ઘણા દિવસો સુધી ન ધોવામાં આવે તો આ બેક્ટેરિયા વધુ ઝડપથી વધે છે. ભેજને કારણે ટુવાલ પર જંતુઓ વધે છે. ગેર્બા સલાહ આપે છે કે ટુવાલનો 4-5 વખત ઉપયોગ કર્યા પછી, તેમને એક્ટિવેટેડ ઓક્સિજનથી વોશ કરવું જોઈએ.
આ પણ વાંચો… 10 મિનિટમાં બનાવીને પીવડાવો સ્ટ્રોબેરી મિલ્કશેક રેસિપી
શું નુકશાન થાય છે ?
વાત અહીં પૂરી નથી થતી. તમે કલ્પના પણ કરી શકતા નથી કે ગંદા ટુવાલ તમને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. વેલ એન્ડ ગુડ લેખમાં ડૉ. જોશુઆ ઝેસ્નર લખે છે કે ચહેરાના નેપકિન્સ કે ટુવાલ પર તેલ, ગંદકી, મેકઅપ અને ડેડ સ્કીન જમા થાય છે. આ બેક્ટેરિયાના વિકાસનું કારણ છે અને પછીથી ખીલ જેવી સ્કીન સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. આ સિવાય રફ ટુવાલના ઉપયોગથી ડ્રાઈ સ્કીન, ખંજવાળ, ફ્લેકીંગ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તે જ સમયે એક્ઝિમા વધુ ખરાબ સ્થિતિમાં પહોંચી શકે છે.
ટુવાલ ન હોય તો શું કરવું ?
જો ટુવાલ ગંદા હોય અને ચહેરા પર નેપકિન ન હોય તો તમે કોટનના દુપટ્ટા અથવા ફેસ વાઇપ્સનો ઉપયોગ કરી શકો છો. પરંતુ સાવધાની સાથે તેનો ઉપયોગ કરો કારણ કે તે દરેકના ચહેરાને અનુકૂળ નથી. જો તમારી સ્કીન સંવેદનશીલ હોય અથવા વધુ ખીલ હોય તો તેનો ઉપયોગ કરશો નહીં.