25 C
Gujarat
March 4, 2025
EL News

સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી વિદેશીની જેમ અંગ્રેજી રમે છે

Share
Surat, EL News

સુરતના છાપરાભાઠા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રવાસી રત્ન કલાકારની સાડા ત્રણ વર્ષની દીકરી માત્ર અંગ્રેજી બોલે છે. પરિવારમાં કોઈને અંગ્રેજી બોલતા પણ આવડતું નથી. પરંતુ તેમની બાળકી જ્યારે બોલતા શીખી ત્યારે પહેલો અક્ષર પણ અંગ્રેજીનો જ હતો. બાળકીના માતા પિતા ચમત્કાર માની રહ્યા છે.

Measurline Architects

માની લો કે તમે બાળક ના પીતા છો અને તમારા પરિવારમાં માત્ર ગુજરાતી ભાષાજ બોલાય છે અન્ય ભાષા આખા પરિવારમાંથી કોઈ ને આવડતી નથી. તમારા પરિવારમાં જે બાળક આવ્યું છે તે તમારા પરિવારની ભાષાથી વિરુદ્ધ અંગ્રેજી જ બોલે તો તમારા કેવા હાલ થશે. આવીજ એક ઘટના

સુરતમાં છાપરાભાઠા વિસ્તારના રિવંતા રિવેરામાં રહેતા સૌરાષ્ટ્રના વતની રત્ન કલાકાર પરિવારની માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી માત્ર અંગ્રેજી જ બોલે છે જ્યારે બાળકી અઢી વર્ષ પહેલા બોલતા શીખી ત્યારે તે આપ મેળે અંગ્રેજી જ બોલતા શીખી છે.  બાળકીના માતા પિતા પણ ઓછું ભણેલા છે અને તેમને અંગ્રેજી બોલતા પણ આવડતું નથી તેમજે તેમના આખા પરિવારમાં કોઈ અંગ્રેજી બોલતું નથી ત્યારે આ બાળકી અંગ્રેજી શીખી કઈ રીતે તે એક પ્રશ્ન છે.

આ પણ વાંચો…કોરોનાને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

સ્ક્રીન પર દેખાતી આ બાળકી માત્ર સાડા ત્રણ વર્ષની છે અને તેનું નામ શ્રીશા છે. શ્રીશા માત્ર અંગ્રેજી જ બોલે છે અને એટલી નાની ઉંમરમાં અંગ્રેજી બોલતા કુતુહલ સર્જાય છે બાળકી જ્યારે તેમના માતા પિતા સાથે વાત કરે તો પણ માત્ર અંગ્રેજી જ બોલે છે. બાળકીને ગુજરાતી ભાષા બોલતા પણ નથી આવડતી સામે તેમના માતા-પિતાને અંગ્રેજી બોલતા કે, સમજતા નથી આવડતું. જેથી બાળકીને કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તે ઈંગ્લીશમાં બોલી અને માંગે છે. તેના માતા પિતા સમજી શકતા ન હોવાથી ઘણી વખત શ્રીશા આખો દિવસ રડ્યા કરે છે. અત્યારે માત્ર સાડા ત્રણ વર્ષીય બાળકી પાસેથી તેના માતા-પિતા અંગ્રેજી શીખી રહ્યા છે. પોતાની બાળકી ગુજરાતી બોલે તે માટે માતા-પિતાએ બાળકી માટે ગુજરાતી કલાસીસ ટ્યુશન પણ રાખ્યું હતું. તેમ છતાં બાળકી ગુજરાતી કરતા અંગ્રેજી વધુ બોલી રહી છે.

બાળકીના પરિવારમાં દૂર દૂર સુધી કોઈ અંગ્રેજી બોલતું નથી. સૌરાષ્ટ્રના વતની માતા-પિતા પણ પોતાની બાળકીને અંગ્રેજી બોલતી જોઈ ચોંકી ઉઠે છે. અત્યારના સમયમાં પોતાના બાળકોને લોકો અંગ્રેજી શીખવવા ટ્યુશન રાખે છે પરંતુ અહીંયા ઊલટું જોવા મળી રહ્યું છે. પોતાની બાળકી જે ગુજરાતી બોલતા શીખવવા ટ્યુશન રાખવું પડે છે. શ્રીશા માત્ર અંગ્રેજી બોલે છે જોકે ગુજરાતી સમજી શકે છે જેથી પરિવારને થોડી શાંતિ છે. શ્રીશાના માતા 12 ધોરણ ભણ્યા છે જ્યારે તેમના પિતા 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. શ્રીશા અંગ્રેજી બોલતી હોવાથી તેની આસપાસ લોકો નો જમાવડો જ રહે છે. શીશ્રીના માતા-પિતાને ભગવાનનો ચમત્કાર માને છે ખરેખર આ બાળકીને અંગ્રેજી બોલતી જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગાંધીનગર: રાંદેસણમાં મેટ્રો ટ્રેનના પાટા નીચે સપોર્ટમાં મૂકવામાં આવેલી રૂ.2.40 લાખની લોખંડની બેઝ પ્લોટની ચોરી કરનારા 3 ઝડપાયા

elnews

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળનાં ૭૫ વર્ષ પૂર્ણ

elnews

જેઠ તેના વસ્ત્રો ઉતારી મહિલા સામે ઓપન થઈને આવ્યો..

elnews

Leave a Comment

error: Content is protected !!