Food Recipes, EL News:
શિયાળાના દિવસોમાં ગરમાગરમ સૂપ પીવાની લિજ્જત જ અનેરી છે. વિવિધ શાકભાજી અને સાથે આદું-લસણનો ગરમાવો મળે તો સ્વાસ્થ્ય પણ સારું રહે અને શરદી હોય તો એમાં પણ રાહત રહે. બનાવો આ વિવિધ સૂપ જે સ્વાદ સાથે સ્વાસ્થ્ય પણ આપશે.
બ્રોકલી સૂપ બનાવવા જરૂરી સામગ્રી
આ પણ વાંચો…બજારના ટ્રેડિંગ સેશન બાદ લીલા નિશાન પર બંધ
બ્રોકલી 500 ગ્રામ
ઝીણી સુધારેલી ડુંગળી1
લસણ ની કણી 1-2
મરી પાઉડર ચમચી
ઓલિવ ઓઈલ 1/4તેલ 1-2 ચમચી
કોર્ન ફ્લોર 1-2 ચમચી
દૂધ1/2 કપ ( ઓપ્શનલ છે)
ક્રીમ 2-3 ચમચી
બદામ ઝીણા સુધારેલા 10-12
બાદમ ની કતરણ 2-3 ચમચી
મીઠું સ્વાદ મુજબ
બ્રોકલી સૂપ બનાવવાની રીત
બ્રોકલી સૂપ બનાવવા બ્રોકલી ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ સુધી પલાળી રાખો જેથી એમાં કોઈ. કચરો કે જીવાત હોય તો નીકળી જાય ત્યારબાદ ચાકુ થી એની દાડી ને ફૂલ ને અલગ અલગ કરી લ્યો ને ડુંગળી ને બદામ ને સુધારી લ્યો અને વાટકા માં કોર્ન ફ્લોર માં ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં બ્રોકલી ની દાડી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ બરોબર શેકી ને ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં મરી પાઉડર અને બદામ ના કટકા નાખો ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બ્રોકલી ના ફૂલ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને આઠ થી દસ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો ને ફરી ધમકીને ચડવા દયો
દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી માં બ્રોકલી ને ચાળી લઈ પાણી અલગ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને અલગ કરેલ પાણી નાખી બરોબર પીસી લ્યો
હવે ગેસ પર ફરી એક કડાઈ માં પીસેલું મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો અને એમાં કોર્ન ફ્લોર વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ પાણી અને દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો
સૂપ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બ્રોકલી બદામ સૂપ