The Eloquent, Shivam Vipul Purohit:
વડોદરા શહેરના ભાયલી વિસ્તારના ખેડૂતે અયોધ્યાના શ્રી રામ મંદિર માટે ખાસ 1100 કિલો વજનના 09.15 ફૂટ ઊંચાઈનો દીવો બનાવડાવ્યો છે. ભાયલીમાં લાલ ગુરુ ફાર્મના અરવિંદભાઈ મંગળભાઈ પટેલ ખેડૂત છે. અયોધ્યા શ્રી રામ મંદિર માટે ખેડૂતે 1100 કિલો વજન અને સવા નવ ફૂટ ઊંચાઈનો દીવો બનાવ્યો છે. આ અંગે વધુ વિગતો આપતા રામભક્ત અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, અયોધ્યામાં 22મી જાન્યુઆરીના શુભ દિને ભગવાન શ્રીરામના મંદીનું લોકાર્પણ થવાનું છે. આ દિવસ બધા માટે મહત્વનો છે, જેના માટે સહભાગી થવા અનેક લોકો આગળ આવી રહ્યા છે.
108 ફૂટ લાંબી અગરબત્તીના સમાચાર વાંચ્યા પછી મને પ્રેરણા મળી હતી. જેથી અયોધ્યા માટે એક વિશેષ દીવો તૈયાર કરાવવાનું નક્કી કર્યું. ત્યારબાદ મકરપુરા જી.આઇ.ડી.સીમાં 1100 કિલો સ્ટીલનો દીવો બનાવ્યો છે. એકાદ સપ્તાહની મહેનત બાદ વિશાળ દીવો તૈયાર થયો છે. આ દીવાની ઊંચાઈ 9.15 ફૂટ અને ઘેરાવો આઠ ફૂટનો છે. પાયાનો ઘેરાવો લગભગ પાંચ ફૂટનો છે. દીવાને પ્રગટાવવા માટે 15 કિલોગ્રામની રૂની દિવેટ પ્રગટાવવી પડે, જેની માટે ચાર ફૂટની મસાલ તૈયાર કરાવી છે.
Video Link🔻
https://www.instagram.com/reel/C1o1nKkR0OZ/?igsh=MTA1N2VwendueDVsOQ==
આ ઉપરાંત દિવેટ સુધી પહોંચવા માટે આઠ ફૂટની અલાયદી સીડી પણ બનાવી છે. જરૂર મંજૂરી મળ્યા બાદ હું રોડ માર્ગે દીવાને અયોધ્યા લઈ જઈશ. હાલમાં જુના ચકલી સર્કલ પર સવા નવ ફૂટ ઊંચા દીપકને લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે.
વધુમાં અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, એક જ વખતમાં 850 કિલો ઘીનો દીવો થઈ શકશે. આ દીવો 30 દિવસ સુધી સળગશે. હું દિવા સાથે ગીર ગાયનું 501 કિલો ઘી પણ અયોધ્યા મોકલીશ. જી.આઇ. ડી.સી. ના એક ફેબ્રિકેટર સૌથી પહેલા કાગળ પર દીવાની ડિઝાઇન બનાવી હતી.