25.9 C
Gujarat
December 22, 2024
EL News

દહેગામ હાઇવે પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share
Gandhinagar, EL News

બાયડ-દહેગામ હાઇવે પર દારૂથી ભરેલી કારનો રખિયાલ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા નાટયાત્મક રીતે બુટલેગર કારને સીરગુડી પાટીયા પાસે મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે રૂ. 81 હજારના દારૂ સહિત કુલ રૂ. 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Measurline Architects

મળતી માહિતી મુજબ, બાયડ-દહેગામ હાઇવે રોડ પર રખિયાલ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરની એક કારમાં વિદેશી દારૂ તથા બિયરના ટીન ભરી બાવડથી દહેગામ તરફ લઈ જનાર છે. આ બાતમીના આધારે પોલીસે બાયડથી દહેગામ તરફ જતા રોડ પર મીઠાના મુવાડા પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતા ચાલકને ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો. પરંતુ, કારચાલકે ગાડીને દહેગામ તરફ પૂરઝડપે ભગાડી મૂકી હતી. જેથી ખાનગી વાહનોમાં પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

આ પણ વાંચો…   ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી ઇ-સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં શ્રી જયેશ ઠક્કરની ધમાકેદાર એન્ટ્રી

વિદેશી દારૂ-બિયરનો 744 નંગ જથ્થો જપ્ત

થોડેક આગળ જતા સરગુડી ગામના પાટીયા પાસે રોડની બાજુમાં ચાવી સાથેની ગાડી ઊભી હતી અને તેમાંથી એક ઇસમ ઉતરી અંધારામાં ખેતરાડ રસ્તે ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ રાતનો સમય હોવાથી અંધારાનો લાભ લઈ શખ્સ ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ-બિયરનો 744 નંગ જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે રૂ. 81 હજારના દારૂ સહિત કુલ રૂ. 2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ ખાતે રિલાયન્સ દ્વારા નિર્મિત ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ નું અનાવરણ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું

cradmin

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે

elnews

ગાંધીનગર – ઈ-વિધાનસભા માટે કમિટી બનાવવામાં આવી

elnews

Leave a Comment

error: Content is protected !!