Ahmedabad :
કર્ણાવતી મહાનગર શિક્ષણ સેલ દ્વારા અમદાવાદ ખાતે આયોજીત પ્રોફેસર સમીટ કાર્યક્રમ રાજયસભાના સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખ અમિતભાઇ શાહે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનું સ્વાગત કર્યુ.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રમુખશ્રી અમિતભાઇ શાહ અને પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ પ્રાસંગીક સંબોધન કર્યુ આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે દેશના યુવાનોને દિશા આપનાર પ્રઘ્યાપકો સાથે મળવાનો અવસર મળ્યો તે મારુ સૌભાગ્ય છે. પ્રધ્યાપકોએ સારા કાર્ય માટે કોઇ પાસેથી સર્ટીફિકેટ લેવાની જરૂર નથી.
આ પણ વાંચો… વડોદરામાં માલધારીઓની દૂધ હડતાળથી લોકો પરેશાન
વિશ્વવિઘ્યાલયની શરૂઆત ભારતમાંથી જ થઇ હતી. નાલંદા અને તક્ષશીલા જેવા વિશ્વવિધ્યાલય ભારતમાં હતા. ભારત વિદ્યાનું કેન્દ્ર રહ્યુ છે અને વિશ્વવિદ્યાલયનો કોન્સેપ્ટ ભારત નો જ છે. ગુરુકુળની પરંપરા વર્ષો જુની છે. દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નાલંદા વિશ્વવિદ્યાલયને ફરીથી એશિયન ગ્લોરી પર લાવવા અંદાજે 2700 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આવનાર 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવાનું છે. વિકસીત ભારત એજ્યુકેશનની દ્રષ્ટીએ પણ આગળ રહે. સરકારનું કામ છે દરેક ક્ષેત્રે ઇન્ફાસ્ટ્રકચર યોગ્ય આપવાનું અને આજે દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ કરી રહ્યા છે.