Gandhinagar, EL News
ગાંધીનગરમાં આવેલા આદિવાડા વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રેડ કરી 30 હજારની કિંમતની વિદેશી દારૂની 72 બોટલો જપ્ત કરી મહિલા બુટલેગરની શોધખોળ આદરી છે. પોલીસે મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી છે. આ મામલે સેક્ટર -21 પોલીસને બાતમી મળતા દરોડો પાડ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સેક્ટર -21 પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, આદિવાડા વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગર રેખા અશ્વિનભાઈ દંતાણી પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે મહિલા ટીમને સાથે રાખી રેખાબેનના ઘરે દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસને રેખાબેનના ઘરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 72 બોટલ મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી હતી.
પોલીસને જોઈ મહિલા બુટલેગર ફરાર થઈ
આ પણ વાંચો… બિપોરજોયના ખતરા બાદ થયેલી નુકસાની સામે તંત્ર લાગ્યું કામે
જો કે, પોલીસને જોઈ રેખાબેન ત્યાંથી ભાગી જવામાં સફળ રહી હતી. બુટલેગર રેખાબેનને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેણેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજી તરફ કુલ રૂ. 30 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રેખાબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.