Ahmedabad, EL News
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. અમદાવાદના સૌથી વધુ વ્યસ્ત વિસ્તાર પૈકી એક ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મારામારીની ઘટના બની હોવાની માહિતી મળી છે. રાત્રીના સમયે બે અસામાજિક તત્વોએ મુસાફરો, દુકાન માલિકો અને તેમના સ્ટાફ સાથે મારામારી કરી હતી. મારામારીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પોલીસની સામે જ બે અસામાજિક તત્વો એક યુવકને માર મારતા નજરે પડી રહ્યા છે. જ્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી રોજ લાખોની સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ દુકાન ધરાવીને વેપાર કરે છે. ત્યારે આવા વ્યસ્ત વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં રાતીના સમયે બે અસામાજિક તત્વો એક મુસાફર યુવકને માર મારતા નજરે પડી રહ્યા છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસની હાજરી પણ ત્યાં દેખાઈ રહી છે. પરંતુ, પોલીસના કોઈ પણ ખોફ વિના બેફામ બની અસામાજિક તત્વો યુવક અને વેપારીને અપશબ્દો બોલી ખુરશી અને માર મારતે નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચો…ભેસાણ ગામ પાસે બાઇક સવાર ત્રણ મિત્રોનો અકસ્માત થયો હતો
‘અસામાજિક તત્વો રોજ આવીને પૈસા ઉઘરાવે છે’
આ મામલે પોલીસે હુમલો કરનારા બંને યુવકની ધરપકડ કરી છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ, મારામારીનો આ વીડિયો સામે આવતા ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરો અને વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આરોપ છે કે આ અસામાજિક તત્વો રોજ આવીને પૈસા ઉઘરાવે છે અને દાદાગીરી કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે હવે પોલીસની હાજરીમાં પણ લોકો પોતાને સુરક્ષિત માનતા નથી એવું કેટલાક વેપારીઓનું કહેવું છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડની આ ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઊઠી રહ્યા છે.
રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews