Ahmedabad :
અમદાવાદ ચાંગોદરમાં લોકસેવા અર્થે મેડિકલ સેન્ટર અને ત્રણ સ્કીલ સેન્ટર સ્થાપવામાં આવશે અમદાવાદના ટાગોર હોલ ખાતે કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદનું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું હતું ત્યારે આ દરમિયાન જાહેરાત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં સી.એમ. ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કચ્છી જૈન સેવા સમાજના પ્રમુખ પ્રતાપભાઈ દંડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ‘કચ્છી બોલી વિજ્ઞાન ‘ પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે કચ્છી જૈન સેવા સમાજના અગ્રણીઓ અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છી જૈન સેવા સમાજ આવનારા દિવસોમાં અમદાવાદના ચાંગોદરમાં લોકસેવા અર્થે મેડિકલ સેન્ટર અને સરકારના ‘સ્કીલ ઇન્ડિયા’ના અભિયાન અંતર્ગત અમદાવાદમાં યુવાનો માટે ત્રણ સ્કીલ સેન્ટર સ્થાપવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો… રેસીપી: ચણા વડે બનાવો સ્વાદિષ્ટ ટિક્કી
આ પ્રસંગે ધારાસભ્યશ રાકેશ શાહ, કચ્છી જૈન સેવા સમાજ, અમદાવાદના અગ્રણીઓ, શુભેચ્છકો, દાતાઓ તેમજ સામાજિક અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કિલ ઇન્ડિયાના સૂત્રને સાર્થક કરતી કચ્છી જૈન સેવા સમાજની પ્રવૃત્તિઓ આવકાર્ય છે તેમ સરકાર તરફથી આજે જણાવાયું હતું