16.4 C
Gujarat
December 22, 2024
EL News

અમદાવાદ શાહ આલમમાં મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

Share
Ahmedabad :

ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની નિમણૂક કરવા મુસ્લિમોની પ્રબળ માંગ કરી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ હજ સમિતિની રચના કરવા અંગે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા શાહ આલમ દરગાહના ખીદમતગાર સૂબાભાઈ પઠાણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં 98% થી વધુ વસ્તી ધરાવતી સુન્ની મુસ્લિમ સમાજના સભ્યની નિમણૂક કરવી જોઈએ તેવી લાગણી અને માંગણી સુન્ની સમાજમા પ્રબળ બની છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વકફ બોર્ડમાં છેલ્લી મિલકતો નોંધાયેલી છે તેમાં ૯૯ ટકા મિલકતો સુન્ની મુસ્લિમોની છે જેથી કરીને ગુજરાત ભાજપ સરકાર દ્વારા સુન્ની મુસ્લિમ સમાજમાં અન્યાય ન થાય

PANCHI Beauty Studio
Advertisement

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાહ આલમ દરગાહ મા હાલમાં થઈ રહેલા ગેરવહીવટ થી મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે… હાલમાં શાહઆલમ દરગાહના જવાબદારો શાહઆલમ દરગાહના પ્રશ્નોને કોરાણે મૂકી પોતાની મનમાની કરી રહ્યા છે આ જવાબદારોને ગોલખ ગણવામાં જ રસ છે અને અકિદત મંદો દ્વારા ગોલખમાં નખાતી રકમનો કોઈ હિસાબ જે તે વહીવટદારો દ્વારા નાખવામાં આવતો નથી  આ અંગે મુસ્લિમ સમાજમાં વહીવટ દ્વારા વ્યાપક અસંતોષ ફેલાયો છે તેમ શાહઆલમ દરગાહના ખીદમતગારે જણાવ્યું હતું

આ પણ વાંચો… રાજમા પનીર સબઝી બનાવવા માટેની રેસીપી

શાહઆલમ દરગાહના ખીદમતગારે સુબાભાઈ પઠાણે જણાવ્યું હતું કે ગુજરાત વકફ બોર્ડમાં સુન્ની મુસ્લિમની ચેરમેન પદ નિમણૂક કરવા અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબને પણ રજૂઆત કરવામાં આવશે

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ,

elnews

PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે,

elnews

સુરત: હાર્ટ એટેકથી વધુ એક મોત,

elnews

Leave a Comment

error: Content is protected !!