Surat, EL News:
સુરતના પુણા વિસ્તારમાં આવેલ કિરણ ચોક પાસે સરદાર ધામ સંચાલિત નવા સ્વામિનારાયણ મંદિર સાથે 13 માળનું એક સંકુલ પણ બનાવવામાં આવશે રોજગાર માટે આવતા દેશભરના નવ યુવાનો માટે રહેવા જમવાની સુવિધા ઉભી કરશે..
સરધાર નિવાસી સ્વામી નિત્યસ્વરૂપદાસજીએ સુરતમાં દરેક ધાર્મિક સંસ્થાઓ માટે પ્રેરણાદાયક અને ક્રાંતિકારી યોજના હાથ ધરી છે, જેના એક ભાગરૂપે સુરતના કિરણ ચોક વિસ્તારમાં “સરધાર ધામ સંચાલિત નવ નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિર”
આ પણ વાંચો…ભાજપ પૂર્વ પ્રમુખના પુત્ર સહીત 3 વ્યાજખોરોની ધરપકડ
યુવાનોની રહેવા જમવા માટે અધ્યતન સુવિધાઓની સનાતન સંસ્કૃતિના શ્રેષ્ઠ સંસ્કાર પ્રાપ્ત થાય તે માટે 13 માળનું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે તેમાં સુરતમાં નોકરી મેળવવા પછી રહેવા જમવાની સુવિધાથી વંચિત યુવાનો માટે અડધી કિંમતમાં ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે આજકાલ ડીગ્રી મેળવ્યા બાદ નોકરી મેળવવી જેટલી કઠિન હોય છે
તેટલી જ એકલા રહેતા યુવાનો માટે જમવા રહેવા માટેની મુશ્કેલી હોય છે જેને લઈને સ્વામિનારાયણ મંદિર દ્વારા એક 13 માળનું સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં દરેક નવ યુવાનો જે એકલા રહેતા હોય તેમને સુવિધા પૂરી પાડવામાં આવશે
સુરતના પુણા કિરણ ચોક ખાતે ભવ્ય 13 માળનું સંકુલ નિર્માણ પામશે
સરદાર ધામ સંચાલિત સ્વામિનારાયણ મંદિર દ્વારા સંકુલ બનાવવામાં આવશે
રોજગારી માટે આવતા દેશભરના યુવાનો માટે રહેવા જમવાની સુવિધા
જે લોકો એકલા રહેતા હોય તેમના માટે સુવિધા ઉભી કરવામાં આવી