Breaking News, EL News
તાજેતરના સમયમાં ચીન પર કુદરતે એવી તબાહી કરી છે કે ચીનમાં પૂરથી હાહાકાર મચી ગયો છે. પૂરના કારણે થયેલી તબાહી આખી દુનિયાએ જોઈ. પૂરના કારણે શહેરના શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા. દરમિયાન, પૂરના કારણે ચીનના લોકો માટે ખાદ્ય સંકટ પણ વધી રહ્યું છે. પૂરના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. જેના કારણે હવે ખાદ્યાન્નની અછત થઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં ચીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના ‘ટાયફૂન’ ડોકસુરીએ એવી તબાહી મચાવી કે ઘણા શહેરો પૂરના પાણીમાં ડૂબી ગયા. હવે પૂરના કારણે ચીનના સૌથી ફળદ્રુપ વિસ્તારો નષ્ટ થઈ ગયા છે, તેથી હવે અહીં ખાવાના ફાંફા પડવાના છે. ઉત્તરપૂર્વમાં ચીનનો અગ્રણી અનાજ ઉત્પાદક પ્રદેશ પૂરથી સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
ખેતરોમાં ઘૂસ્યા પૂરના પાણી, 10 લાખ લોકો વિસ્થાપિત
પૂરના પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. તોફાનના કારણે આવેલા પૂરને કારણે 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. આ મૃત્યુ રાજધાની બીજિંગ અને તેની નજીકના હેબેઈ પ્રાંતમાં થયા છે.
ચીનમાં સર્જાઈ શકે છે ખાદ્ય સંકટ
હીલોંગજિયાંગ, જિલિન અને લિયાઓનિંગ એ ચીનના ઉત્તરપૂર્વમાં ત્રણ પ્રાંત છે, જે દેશના અનાજના ભંડાર તરીકે ઓળખાય છે. આ ત્રણેય પ્રાંતોમાં ખેતીની જમીન ખૂબ જ ફળદ્રુપ છે. દેશના અનાજનો મોટો હિસ્સો અહીં ઉત્પન્ન થાય છે. સોયાબીન, મકાઈ અને ચોખા ત્રણેય પ્રાંતોમાં સૌથી વધુ ઉગાડવામાં આવતા પાકો પૈકી એક છે. ત્રણેય પ્રાંત પૂર અને વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
આ પણ વાંચો…નારી વંદન ઉત્સવ -૨૦૨૩ અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન
ચોખાના ખેતરો બરબાદ
પાડોશી રાજ્ય હેલોંગજિયાંગમાં પૂરના કારણે ચોખાના ખેતરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. શાકભાજીનું ઉત્પાદન પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. હેઇલોંગજિયાંગની રાજધાની હાર્બિનમાં ભારે વરસાદથી 90,000 હેક્ટરનો પાક નાશ પામ્યો છે. હાર્બિનને અડીને આવેલા શાંગજી શહેરમાં 42,575 હેક્ટર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
મોંઘવારી વધશે, ખાદ્યપદાર્થોના ભાવ વધશે
ચીનના કૃષિ મંત્રાલયે કહ્યું છે કે દેશની ખેતી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઘઉંની ઉપજ પણ ઘટી છે. ચોખાના ખેતરો બરબાદ થઈ ગયા છે. ગયા વર્ષે આકરી ગરમીએ પાકને બરબાદ કર્યો હતો અને હવે આ વર્ષે પૂર આવ્યું છે. જેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે.