The Eloquent, Shivam Vipul Purohit:
આપણે હંમેશા સાંભળ્યું છે કેસર એટલે કશ્મીરનું. અને સમગ્ર વિશ્વમાં કેસરની ઘણી માંગે છે. ભારતમાં કેસરની ખેતી જમ્મુના કિશ્તવાડ અને કાશ્મીરમાં પમ્પપુર (પમ્પોર)માં થાય છે. પરંતુ વડોદરા શહેરના દંપતિએ પોતાના ઘરના 10 બાય 10 ના નાનકડા રૂમમાં કેસરની ખેતી કરી બતાવી. હવે વડોદરામાં પણ કાશ્મીરના વાતાવરણમાં કેસરની ખેતી થઈ રહી છે.
વડોદરા શહેરના વૈભવ પટેલ અને આસ્થા મહેશ્વરી પટેલે પોતાના ઘરમાં જ કેસરની ખેતી કરી છે. સૌપ્રથમ તો તેમણે કેસર કેવી રીતે ઉગાડે એના ઉપર રિસર્ચ કર્યું અને વૈજ્ઞાનિક કારણ જાણ્યું. જેમાં એરોપોનિક પદ્ધતિથી કેસરની ખેતી કરી છે. હવા અને ભેજના માધ્યમથી કેસરની ખેતી કરવામાં આવી છે. વૈભવ પટેલે જણાવ્યું કે, કેસર બહુવર્ષીય છોડ છે. કંદ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેની ખેતી કરવામાં આવે છે. તેના કંદ ડુંગળીના કંદ જેવા હોય છે. દર વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન છોડમાં ફૂલો આવે છે. એક ફૂલમાંથી કેસરના માત્ર ત્રણ દોરાઓ જ મેળવી શકાય છે.
આ પણ વાંચો અદાણી જુથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાને પ્રોત્સાહક પીઠબળ આપશે
વડોદરામાં પ્રથમ વખત આ પ્રમાણે ખેતી કરવામાં આવી છે. કશ્મીરથી 400 કિલો કેસરના બીજ મંગાવ્યા. મે મહિનાથી કેસરની ખેતી પર રિસર્ચ શરૂ કર્યું હતું અને ઓગસ્ટ મહિના દરમિયાન ખેતીની શરૂઆત કરી. જેમાં હાલ નવેમ્બર માસમાં સારા પ્રમાણમાં કેસરના ફૂલો લાગ્યા છે. શરૂઆતના આ પ્રથમ મહિનામાં 20 થી 25 ગ્રામ કેસરનું ઉત્પાદન થયુ છે.
વિડિયો: જુવો કેવી રીતે ઘરમાં જ કરી કેસર ની ખેતી
આ દંપતીએ કશ્મીરના ખેડૂતોને મળીને તમામ જાણકારી પ્રાપ્ત કરી. વધુમાં જણાવ્યુ કે, સૌપ્રથમ આ બીજને ખુલ્લામાં મૂકી દેવાના, તેથી ડ્રાય થઈ જાય. ત્યારબાદ સિલ્વરિંગ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે જેમાં ઉપરથી થોડુંક બીજને કાપવાનું કરવાનું હોય છે. શરૂઆતમાં 25 ડિગ્રી તાપમાન શરૂ કર્યું હતું અને અત્યારે ધીમે ધીમે 10 ડિગ્રી સેલસીયસ તાપમાન પર ખેતી કરી રહ્યા છે. કાશ્મીરનું વાતાવરણ આખું એક નાનકડા રૂમમાં તૈયાર કર્યું છે. જેમાં હ્યુમીડી ફાયર અને ચીલર લગાવામાં આવ્યું છે.
વૈભવ પટેલનો મૂળ વ્યવસાય તો સ્ટોક અને કરન્સીનું ટ્રેડિંગ કરવાનો છે. પરંતુ આ કેસરની ખેતી એ ખૂબ જ પ્રભાવિત કર્યા અને પતિ પત્નીએ ભેગા મળીને શરૂઆત કરી. શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરીને કેસરની ખેતીની શરૂઆત કરી, જે ભવિષ્યમાં ખૂબ સારું વળતર આપશે. રિટેલમાં કેસરના 1 ગ્રામના 500 થી 700 રૂપિયા અને હોલસેલ ભાવ 250 થી 300 રૂપિયા જેટલો છે. આ દંપતિનો કેસરની ખેતી કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એક તો વધારે લોકોને જાગૃત કરવા અને ઓછી જગ્યામાં પણ સારી ખેતી થઈ શકે છે એ શીખવાડશે. સાથે સાથે ખેતી દ્વારા સારુ ઉત્પાદન કરીને સારી કમાણી કરવાનો પણ છે.
હાલમાં જે કેસર ખેતી કરી છે એ કાશ્મીરી મોગરા છે. કેસરનો આ સૌથી ઉત્તમ પ્રકાર છે. કેસર મોંઘુ હોવાનું મુખ્ય કારણ છે કે કેસરના ઉત્પાદન કરતા એની માંગ ઘણી વધારે છે. ઘણી દવાઓમાં તથા વાનગીઓમાં કેસરનો ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ કેસર ઉગાડવા પાછળ ઘણી મહેનત અને મજૂરી લાગતી હોય છે અને ઉત્પાદન પણ ખૂબ ઓછી માત્રામાં થતું હોવાને કારણે તેના ભાવ ઊંચા હોય છે.