Surat , EL News
ઘરમાં સાફ-સફાઈ કરતી મહિલાઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક મહિલા ઘરમાં સાફ-સફાઈ કરી રહી હતી તે દરમિયાન ઘરની ગેલરીમાં સફાઈ કરતી વેળાએ ત્રીજા માળેથી અચનાક નીચે પટકાતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાલ્કનીમાં સફાઈ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવ્યું
માહિતી મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ફ્લેટના ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં રહેતા અંદાજે 35થી 40 વર્ષની મહિલા ભારતીબેન પટેલ સાફ-સફાઈ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ સફાઈ કરવા માટે ઘરની બાલ્કનીમાં આવ્યા હતા. ત્યારે અચાનક સંતુલન ગુમાવતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયાં હતાં. આથી તેમણે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરને ભારતીબેનને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો…એક ફળ વજન ઘટાડવાનો આસાન ઉપાય છે
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ અંગે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આકસ્મિક બનેલી ઘટનામાં ભારતીબેનનું મોત નીપજતાં તેમનો પરિવાર શોકમાં ગરકાવ કરી ગયો છે. જ્યારે આસપાસ રહેતા લોકોમાં પણ ગમગીની છવાઈ છે.