Gandhinagar, EL News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આ મુદ્દાઓ કેબિનેટમાં રહેશે કેન્દ્રમાં
પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. આગામી 5 જૂનના રોજ પીએમ મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજવામાં આવશે. રાજ્ય કક્ષાના પર્યાવરણ દિવસના કાર્યક્રમને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા અંગે પણ ચર્ચા કરાશે. સરકાર આગામી આયોજનો પર ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારના નિતી વિષયક નિર્ણયોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદથી નુકસાનીના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો… Fig Side Effects: શા માટે અંજીર વધુ પડતું ન ખાવું જોઈએ?
આગામી સમયમાં શાળા પ્રવેશોત્સોવ કાર્યક્રમ પર સમીક્ષા
વર્ષ-2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની 18 મી શૃંખલા આગામી તા. 12થી 14 જૂન દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં થશે. સીએમ દ્વારા શાળાપ્રવેશોત્સવનો પ્રારંભ 12 જૂને કરાવવામાં આવશે.