Rajkot :
નવું વર્ષ આવતાની સાથે જ રાજકોટ એરપોર્ટનું નાવા વર્ષનું નવું ફલાઇટનું ટાઇમ ટેબલ આવી ગયું છે જે મુજબ હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા કુલ ૯૧ ફ્લાઇટ શરૂ થશે. રાજકોટ એરપર્ટની એરલાઇન્સ કંપનીએ નાવા વર્ષનું ફ્લેટનું ટાઇમ ટેબલ જાહેર કર્યું કે પ્રમાણે રાજકોટ એરપોર્ટમાં આજથી અમલી બનેલા નવા ટાઇમ ટેબલ મુજબ સવારથી બપોર સુધીમાં દિલ્હી અને મુંબઇ જવા કુલ ૯૧ ફલાઇટ અવેલેબ્લ છે.

રાજકોટથી મુંબઈ જવા સપ્તાહમાં કુલ ૪ દિવસ ફ્લાઇટ રહશે. રાજકોટથી દિલ્હીની રોજ ફ્લાઇટ અવેલેબલ રહેશે. બેંગલોર, ગોવા તથા સુરત જવા પણ રાજકોટ એરપોર્ટથી એક ફ્લાઇટ શરૂ થશે.
આ પણ વાંચો…મશરૂમ ખાવાથી સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા
રાજકોટથી મુંબઈ જવા સવારની ફ્લાઇટ શરૂ કરવા રાજકોટવાસીઓની માંગ હતી છતાં એરપોર્ટે ઓથોરિટી દ્વારા સવારે દિલ્હીની ફલાઇટ રાખવામાં આવી છે ત્યાર બાદ બપોરે મુંબઈ જવા ફ્લાઇટ રાખી છે. સવારના ૮થી રાત્રીના ૮ સુધીમાં ૧૧ ફલાઇટની કારણે રાજકોટ એરપોર્ટ ધમધમી ઉઠશે. આમ રાજકોટથી રોજ બરોજ દિલ્હી, મુંબઈ, બેંગલોર, ગોવા તથા સુરત જવા ફ્લાઇટ મળી રહેશે. રાજકોટથી સુરત જવા ૯ સિત્ર મીની વિમાન દરોજ ઉડાન ભરશે જે રાજકોટથી સુરત અને ફરી સુરતથી રાજકોટ આવશે.