Business, EL News
Multibagger Stock : Apollo Micro Systems એ મલ્ટિબેગર સ્ટોકમાંનો એક છે જેણે તેના ઇન્વેસ્ટર્સને જંગી રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં 88.57 ટકાનો વધારો થયો છે. હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:10ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. આ માટેની રેકોર્ડ ડેટ 4 મે નક્કી કરવામાં આવી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 28 માર્ચે સ્ટોક હોલ્ડર્સએ પોસ્ટલ બેલેટ દ્વારા સ્ટોક સ્પ્લીટ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
1:10 ના રેશ્યોમાં સ્ટોક સ્પ્લીટની જાહેરાત
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતી કંપનીના સ્ટોકને 1 રૂપિયાની ફેસ વેલ્યુના 10 સ્ટોકમાં વિભાજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પ્લીટ પછી, દરેક સ્ટોક હોલ્ડર્સને દરેક 1 સ્ટોક માટે 10 સ્ટોક મળશે. રેકોર્ડ તારીખ તે છે જ્યારે કંપની કોર્પોરેટ કાર્યવાહી માટે તેના રેકોર્ડની તપાસ કરે છે અને એલિજીબલ સ્ટોકહોલ્ડર્સને ઓળખે છે.
આ પણ વાંચો…અમદાવાદ: એક માથાભારે યુવકે ઈસનપુર પોલીસને ધમકી આપી
સ્ટોક સ્પ્લિટ શા માટે કરવામાં આવે છે
સ્ટોકનું સ્પ્લીટ સામાન્ય રીતે કેપિટલ માર્કેટમાં સ્ટોકની લિક્વીડિટીમાં વધારો કરે છે. આ તેને નાના ઇન્વેસ્ટર્સ માટે વધુ પોસાય તેવો બનાવે છે. એટલે કે નાના ઇન્વેસ્ટર્સ માટે તેમાં રોકાણ કરવું આસાન બની જાય છે. આનાથી બજારમાં સ્ટોકની સંખ્યામાં વધારો થાય છે, જો કે તે સ્ટોકના માર્કેટ કેપમાં ફેરફાર થતો નથી.
સ્ટોકનું પર્ફોમન્સ કેવું રહ્યું છે
હૈદરાબાદ સ્થિત કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન, એરોસ્પેસ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ટેકનોલોજી આધારિત સોલ્યુશન્સ પ્રોવાઇડ કરે છે. આ એક મલ્ટિબેગર સ્ટોક છે જેણે છેલ્લા એક વર્ષમાં તેના ઇન્વેસ્ટર્સને 88% નું સુંદર રિટર્ન આપ્યું છે. તે જ સમયે, કંપનીના સ્ટોકમાં છેલ્લા 6 મહિનામાં 53 ટકાનો વધારો થયો છે. તેણે છેલ્લા 5 દિવસમાં 13% રિટર્ન આપ્યું છે. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 375.95 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 593.12 કરોડ રૂપિયા છે.