Business :
જો તમે તહેવારોની સિઝન (Festive Season) માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. ત્યારે આ સમાચાર તમારા કામના સાબિત થઈ શકે છે. આપને જણાવી દઈએ કે આજના સમયમાં રિકરિંગ ડિપોઝિટ (RD) રોકાણ માટે એક લોકપ્રિય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. તેમાં જ્યારે પણ તમે એકાઉન્ટ શરૂ કરો છો, ત્યારે તે સમયે સ્કીમ પર મળતું વ્યાજ, સંપૂર્ણ મેચ્યોરિટી માટે ફિક્સ થઈ જાય છે. આપને જણાવી દઈએ કે બેંકો અને પોસ્ટ ઓફિસ આ સુવિધા આપી રહી છે. આ વખતે આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) માં આરડી પર વ્યાજ પોસ્ટ ઓફિસ અને ઘણી બેંકો કરતા વધુ સારું બતાવવામાં આવી રહ્યું છે.
શું છે સ્કીમ
ICICI બેંકની રિકરિંગ ડિપોઝિટ (RD) એ નિયમિત અને શિસ્તબદ્ધ બચતને પ્રોત્સાહન આપવાની સ્કીમ છે. તેમાં તમે મેચ્યોરિટી પીરિયડ સુધી દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. ICICI બેંકમાં 6 મહિનાથી 120 મહિના એટલે કે 10 વર્ષ સુધીની મેચ્યોરિટી સાથે રિકરિંગ ડિપોઝિટનો વિકલ્પ આપવામાં આવે છે. તેના પર અલગ-અલગ દરે વ્યાજ મળી રહ્યું છે. સામાન્ય RDની સરખામણીમાં સિનિયર સિટીજન્સ RD પર વ્યાજ વધારે છે.
તમને કેટલું વ્યાજ મળશે
બેંકના આરડીમાં દર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. તેના પછી તમે 100 ના ગુણાંકમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. વ્યાજની આવક ટેક્સેબલ હોય છે. તેના પર TDS કાપવામાં આવે છે. આરડી એકાઉન્ટ પર લોનની સુવિધા મળે છે. સ્કીમ વિશે સંપૂર્ણ ડિટેલ બેંકની વેબસાઇટ પર જોઈ શકાય છે.
RD પર વ્યાજ દર
સામાન્ય RD પર 6 મહિનાથી 120 મહિનાની મેચ્યોરિટી પર વાર્ષિક 4.25 ટકાથી 6.10 ટકાનો વ્યાજ દર હોય છે, જ્યારે સીનિયર સિટીજન્સ RD પર વ્યાજ દર 4.75 ટકાથી 6.60 ટકા વાર્ષિક હોય છે.
આ પણ વાંચો… રાજકોટમાં સગા પિતાએ તેની દીકરી સાથે દુષ્કર્મ આચર્યો હતો .
આવી રીતે સમજો પ્લાન
દર મહિને 5 હજારના રોકાણથી 8.50 લાખ
- મંથલી રોકાણ: 5000 રૂપિયા
- વ્યાજ દર : 6.60 ટકા વાર્ષિક
- ટેન્યોર : 10 વર્ષ
- કુલ રોકાણ : 600000 રૂપિયા
- મેચ્યોરિટી અમાઉન્ટ : 8,49,9,590 રૂપિયા
- વ્યાજનો લાભ : 2,49,590 રૂપિયા
- આ કેલ્ક્યુલેશન સીનિયર સિટીજન્સ માટે 10 વર્ષની RD પર છે
સામાન્ય કેસ
- મંથલી રોકાણ : 5000 રૂપિયા
- વ્યાજ દર : 6 ટકા વાર્ષિક
- ટેન્યોર : 10 વર્ષ
- કુલ રોકાણ : 600000 રૂપિયા
- મેચ્યોરિટી અમાઉન્ટ : 8,22,145 રૂપિયા
- વ્યાજનો લાભ : 2,22,145 રૂપિયા