The Eloquent, Nadiad:
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ૬૭મી શાળાકીય અખીલ ભારતીય તીરંદાજી સ્પર્ધા, અંબુભાઇ પુરાણી જિલ્લા રમત સંકુલ નડીઆદ ખાતે યોજાઇ હતી.
જેમાં મેડલ એનાયત કાર્યક્રમ માં પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, અને હાલના ડે.ડાયરેકટર (ડાયરેકટર ઓફ પ્રોશીક્યુશન ગુજરાત રાજ્ય) એવા માનનીય રાકેશ રાવ ઊપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો સતત ચાર વર્લ્ડ રેકોર્ડ સર્જીને ટ્વિંકલે યોગ જગતમાં ડંકો વગાડ્યો
ખેલાડીઓ ને પ્રેરણાદાયી ઉદબોધન આપવામાં આવ્યું હતુ. વિશેષ ઊપસ્થિતિ માં પ્રસિદ્ધ એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ દર્શીતભાઇ બ્રહ્મભટ્ટ, દિનેશભાઇ ભીલ (સહમંત્રી ભારતીય તીરંદાજી સંઘ), મુકેશભાઇ રાઠવા (પ્રદેશ ઉપાધ્યક્ષ યુવા મોરચા ભાજપા) પણ ઊપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. ડો.મનસુખભાઇ તાવેથીયા (જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી,ખેડા) દ્વારા તમામ મહાનુભાવો નો આભાર માનવામાં આવ્યો હતો.