Ahmedabad , EL News
અમદાવાદમાં ટ્રાફીકના નિયમોનું કડક પણ પાલન કરાવવા માટે ટ્રાફીક પોલીસ દ્વારા આગામી સમયમાં કડકાઈ દાખવવામાં આવશે. કોર્પોરેશન સાથે મળીને ટ્રાફીક પોલીસ દ્વારા ત્રિ-નેત્ર ગણાતા એવા સીસીટીવી કેમેરાની મદદથી દંડનાત્મક કાર્યવાહી ઈ મેમોરુપે કરવામાં આવશે. હેલ્મેટ પહેરવું, સિગ્ન કે લાઈન ક્રોસ ના કરવી તે સિવાય પણ 16 અન્ય ટ્રાફીકના નિયમોનું પાલન કરવું પડશે. જે માટે આગામી સમયમાં આ ઝૂંબેશ અંતર્ગત કડક કાર્યવાહી ટૂ વ્હિલરથી લઈને ફોરવ્હીલ, રીક્ષા ચાલકો, બસ અન્ય હેવી વાહનો માટે શરુ કરાશે.
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે તો બીજી તરફ પોલીસ દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિકના 16 નિયમોના ભંગ બદલ વાહન ચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરના 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પહેલા માત્ર 3 ટ્રાફિક નિયમો તોડનારાઓને જ ઈ-મેમો મળતા હતા. ખાસ કરીને ટ્રાફીકના નિયમોનું પાલન ના થતા આ કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત ઘણા લોકો મેમો ભરવામાં પાછી પાની કરતા હોય છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો…400 થી વધુ ટી.પી. સ્કીમ પબ્લિક ડોમેઇનમાં નાગરિકોની જાણકારી માટે મૂકાયા…
અમદાવાદમાં 2,146 નવા CCTV લગાવાશે
હાલમાં રોજના અંદાજે 5 હજાર ઈ-મેમો અત્યારના સીસીટીવીના આધારે ઈશ્યુ થાય છે. ત્યારે ટ્રાફિકનો ભંગ કરનાર સામે વધુ કાર્યવાહી થઈ શકે તે માટે 2146 નવા CCTV લગાવવામાં આવી રહ્યા છે. અગાઉ રીવરફ્રન્ટ અને બ્રિજ પર સીસીટીવી ના હોવાની વાત સામે આવી હતી આ ઉપરાંત કેટલીક જગ્યાએ સીસીટીવી કેમેરા બંધ હોવાની પણ ફરીયાદો મળતી હતી ત્યારે નવા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવી રહ્યા છે.
આ નિયમોનું ઉલ્લઘન થતા વાહનો દંડાશે
HSRP સિવાયની નંબર પ્લેટ હશે તેમને પણ ઈ-મેમો મોકલવામાં આવશે. જો ટુ-વ્હીલર પર 2થી વધુ લોકો સવાર હશે આ સિવાય સ્પીડ લિમિટનું પાલન ના કરતા વાહન ચાલકોને પણ દંડવામાં આવશે. કેટલાક લોકો આડેધડ વાહનો ચલાવતા હોય છે તેમના પર પણ બાજ નજર રાખવામાં આવશે. રિક્ષામાં ડ્રાઇવરની સીટ પર એક કરતા વધુ પેસેન્જર હશે તો પણ ઈ મેમો ઘરે આવશે. ફોર વ્હીલર પર બ્લેક ફિલમ, ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવી, નિયમોની વિરુદ્ધ વાહન પાર્ક કરવા સહીતના નિયમો લાગૂ પડશે.