Shivam Vipul Purohit, Vadodara:
રસીકરણ વીના દૂધાળા પશુઓમાં મૃત્યુદર ઊંચો રહે છે. દહેજ અને આસપાસના ૨૦ ગામના દુધાળા પશુઓને જીવલેણ એવા એચ.એસ. (હેમોરહેજિક સેપ્ટિસેમિયા) રોગથી રક્ષણ આપવા માટે જીવનરક્ષક રસીકરણ ૬૦૦૦ જેટલા પશુઓ સુધી પહોચ્યું છે. પશુઓમાં એચ.એસ. ફાટી નીકળે તો પશુપાલકોને સારવાર ખર્ચ, દૂધ ઉત્પાદન નુકસાન અને અસરગ્રસ્ત પ્રાણીઓના મૃત્યુદરના સંદર્ભમાં પશુપાલકને ભારે આર્થિક નુકસાન જોવા મળે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાઓમાં પ્રાણીઓને રસી આપવા માટે દર વર્ષે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ વર્ષે દહેજ વિસ્તારના ૨૦ જેટલા ગામોમાં અત્યાર સુધીમાં ૬૦૦૦ થી વધુ દૂધ આપતા પશુઓમાં રસીકરણ પૂર્ણ કર્યું છે.
પશુઓમાં રોગને અટકાવવા માટે અપાતી રસી સલામત, કાર્યક્ષમ. અસરકારક અને સસ્તી હોય છે. પશુઓમાં રોગપ્રતિકારક તરીકે રસીનો વ્યાપક ઉપયોગ થાય છે તેના કારણે રોગ નિવારણ માટે ફાયદાકારક અને અસરકારક છે, એના ખર્ચની સામે એનો ફાયદો મોટો છે. રસી માત્ર રસી અપાયેલ પ્રાણીઓનું જ રક્ષણ કરતી નથી, પરંતુ ટોળાની રોગપ્રતિકારક શક્તિ દ્વારા રસી વગરના પ્રાણીઓમાં રોગ ફેલાવવાનું પણ અટકાવે છે. તેઓ એન્ટિમાઇક્રોબાયલ વપરાશ ઘટાડે છે અને એન્ટિમાઇક્રોબાયલ રોગ પ્રતિકારનું જોખમ ઘટાડે છે. હેમોરહેજિક સેપ્ટિસેમિયા (HS)એ પશુઓ માટે તીવ્ર અને અત્યંત જીવલેણ રોગ પેસ્ટ્યુરેલા મલ્ટોસિડા દ્વારા થાય છે. તે એક ચેપી બેક્ટેરિયલ રોગ છે જે ઘણીવાર પશુઓમાં અને ઢોરઢાંખરમાં ફાટી નીકળે છે તેનાથી ઓછા દૂધ ઉત્પાદન, એનિમલ મૃત્યુનું મુખ્ય કારણ જોવા મળે છે. ગયા વર્ષે દહેજ વિસ્તારમાં, આ રોગથી ૧૫૦ થી વધુ પશુના મૃત્યુ નોંધાયા હતા.
દહેજ વિસ્તારમાં ૬૦૦૦ પશુઓને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. દુધાળા પશુઓમાં રસીકરણનું કાર્ય અદાણી ફાઉન્ડેશન એના કામધેનુ પ્રોજેકટ હેઠળ છેલ્લા અનેક વર્ષથી કરે છે. આવું કાર્ય સમગ્ર દહેજ વિસ્તારમાં એકમાત્ર અદાણી ફાઉન્ડેશન દ્વારા જ કરવામાં આવે છે.