20.4 C
Gujarat
November 22, 2024
EL News

આ બિઝનેસ શરૂ કરવા પર થશે 6 લાખની કમાણી

Share
Business :

આજના સમયમાં લોકો ખેતી અને બિઝનેસ દ્વારા મોટી કમાણી (Earn Money) કરી રહ્યા છે. ઘણા લોકો તો નોકરીની સાઈડમાં બિઝનેસ અથવા ખેતી (Earn money from farming) કરીને રૂપિયા કમાય છે. આજે અમે તમને એવા જ એક ફૂલની ખેતી વિશે જણાવીશું, જેના દ્વારા તમે લાખોની કમાણી કરી શકો છો. ખાસ વાત એ છે કે આ ખેતીમાં તમે ઓછા રોકાણમાં બમ્પર નફો મેળવી શકો છો.

Measurline Architects
Click Advertisement To Visit

કંદના ફૂલો (tuberose flowers) દ્વારા કરો કમાણી

આજે અમે તમને કંદના ફૂલો (tuberose flowers) ના બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ખૂબ જ નફો કમાઈ શકો છો. ટ્યુબરોઝ ફૂલો (tuberose flowers) લાંબા સમય સુધી તાજા અને સુગંધિત રહે છે. આ જ કારણ છે કે બજારમાં તેની માંગ ઘણી સારી છે. પૂજા સિવાય લગ્નમાં પણ આવા ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.

કેટલી થઈ શકે છે કમાણી ?

જો તમે પણ આ ફૂલની ખેતી કરો છો તો તમને જણાવી દઈએ કે તમે એક ફૂલ લગભગ 1.5 થી 8 રૂપિયામાં વેચી શકો છો. જો તમે એક એકરમાં કંદના ફૂલોની ખેતી કરો છો, તો તમને તેમાં લગભગ 1 લાખ સ્ટીક એટલે કે ફૂલો મળે છે. મતલબ કે તમે એક એકરમાં ઉગાડેલા ફૂલોથી 1.5 લાખથી 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

આ પણ વાંચો… રાજકોટ પોલીસે ૫.૨૭ લાખની કિંમતનો દારૂ કર્યો કબ્જે

ક્યા થાય છે તેની ખેતી ?

ભારતમાં તેની ખેતી પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં થાય છે. દેશમાં લગભગ 20 હજાર હેક્ટર વિસ્તારમાં તેની ખેતી થાય છે. ભારત ઉપરાંત ફ્રાન્સ, ઈટાલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા વગેરે દેશોમાં પણ તેની ખેતી થાય છે. જો કે અમે આપને જણાવી દઈએ કે કંદની ઉત્પત્તિ મેક્સિકોમાં થઈ છે.

કેટલો થાય છે ખર્ચ ?

તેના છોડ પર લગભગ 4 થી 5 મહિનાના સમયગાળામાં ફૂલ આવવાની શરૂઆત થાય છે અને પછી તેને તોડવાની પ્રક્રિયા શરૂ થાય છે. નિષ્ણાંતોના મતે કંદની ખેતીમાં આશરે 1 થી 2 લાખનો ખર્ચ થાય છે અને ખેતીના પ્રથમ વર્ષમાં એક હેક્ટરમાં લગભગ 90 થી 100 ક્વિન્ટલ ફૂલો મળે છે, તેથી તે મુજબ તમે આરામથી 4 થી 5 લાખનો નફો કરી શકો છો.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

UPI યુઝર્સને RBI ગવર્નરે આપી ખુશખબર…

elnews

બખ્ખા / રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર

elnews

બજાર ખુલતાની સાથે જ આવેલી સુનામીની લહેર થોડી નબળી દેખાઈ.

elnews

1 comment

કડાઈ પનીરની બનાવવા માટેની રેસીપી - EL News September 22, 2022 at 6:27 pm

[…] આ પણ વાંચો… આ બિઝનેસ શરૂ કરવા પર થશે 6 લાખની કમાણી […]

Reply

Leave a Comment

error: Content is protected !!