29.4 C
Gujarat
November 19, 2024
EL News

56 સોલાર પેનલ ધરાવતું એશિયાનું સૌથી મોટું જહાજ શરૂ. .

Share
Gujarat Update:

ભાવનગર ના ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં સામેલ કરાયેલું વોયેજ એક્સપ્રેસ જહાજ ૫૬ સોલાર પેનલ સાથે ૧૦૦૦ કિલોવોટ વીજળીનું ઉત્સર્જન કરતું એશિયાનું સૌથી મોટું જહાજ છે.

Measurline Architects
Click Advertisement To Visit

આધુનિક અને વધુ સુવિધાઓથી સજ્જ વોયેજ એક્સપ્રેસ શિપ મુસાફરોને સાડા ત્રણ કલાકમાં તેના ગંતવ્ય સ્થળ ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘા પહોંચાડશે. દોઢ માસથી બંધ પડેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ નવા વોયેજ એક્સપ્રેસ જહાજ સાથે ફરી શરૂ કરવામાં આવી છે. ૧૭ નોટ. માઈલની સ્પીડ ધરાવતા વોયેજ એક્સપ્રેસ શિપને તેને ગંતવ્ય સ્થળે પહોંચવામાં સાડા ત્રણ કલાકનો સમય લાગશે. આ જહાજનું હોમપોર્ટ ઘોઘા હોવાથી દરરોજ સવારે ૯ કલાકે ઘોઘાથી હજીરા અને સાંજે ૬-૩૦ કલાકે હજીરાથી ઘોઘાની ટ્રીપ કરશે. રો-પેક્સ ફેરી સર્વિસ ઓપરેટ કરી ઈન્ડિગો સી-વેઝના સીઈઓ ડી.કે. મંડરાલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, જાપાનમાં મિત્સુબિસી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજમાં ૫૬ સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેના થકી દરરોજ ૧૦૦૦ કિલોવોટ વીજ ઉત્પાદન થાય છે. સોલાર આધારિત વીજળીની વપરાશથી ૧ ટન ડીઝલની બચત અને ૨.૭ ટન કાર્બન ઈમ્યુશન થાય છે. જેના કારણે રનિંગ કોસ્ટ પણ ઘટતો હોવાથી તેનો લાભ મુસાફરોને આપી શકાય છે.

આ પણ વાંચો…બોડી ડિટોક્સની સાથે વજન પણ ઝડપથી ઘટશે.

સોલાર પેનલ ધરાવતું વોયેઝ એક્સપ્રેસ જહાજ એશિયાનું સૌથી મોટું જહાજ છે. આ જહાજની અગાઉના વોયેજ સિમ્ફની જહાજની તુલનામાં સાઈઝ દોઢ ગણી વધું અને કેપેસીટી સારી છે. લાંબા રૂટ માટેના આ જહાજમાં મુસાફરોની સુવિધા વધારવા જહાજમાં અલગ-અલગ બદલાવ પણ કરાયું છે. જેમાં ખાસ સ્લીપર ક્લાસ અને કેબીન ક્લાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિપમાં કાફીટેરિયા, કેશિનો ટાઈપનો ઈલેક્ટ્રીક ગેમ ઝોન છે. જ્યારે શિપમાં એક સાથે ૬૦૦થી ૬૫૦ મુસાફર, ૫૫થી ૬૦ ટ્રક, ૭૦થી ૭૫ કાર અને ૫૦ બાઈકનું વહન કરવાની ક્ષમતા છે. વોયેજ એક્સપ્રેસની સાથે જૂના જહાજ વોયેજ સિમ્ફનીને પણ સેવામાં ચાલી રાખી આગામી સમયમાં ટ્રાફિકનું પ્રમાણ વધશે તો બન્ને જહાજની બે રાઉન્ડ ટ્રીપ કરાશે તેમ ઉમેર્યું હતું.

 

 

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટનાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ચિકાર આવક

elnews

અમદાવાદની એચ.એ. કોલેજમાં જયશ્રી રામના નારા લાગ્યા

elnews

ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વધ્યો

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!