Gandhinagar, EL News
ગાંધીનગરના રતનપુર ગામની સીમમાં પૂર્વ બાતમીના આધારે ડભોડા પોલીસે દરોડો પાડીને 5 ઈસમોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ.52 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર ડભોડા પોલીસ મથકની સર્વેલન્સ સ્કવોર્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, રતનપુર ગામની સીમમા આવેલ ખરાબાની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે બાતમીના આધારે ઘટના સ્થળને ચારે બાજુથી કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગારન રમતા શૈલેષ મકવાણા, લલિત જાદવ, ગુલાબજી ઠાકોર, કેશાજી ઠાકોર અને મેલાજી ઠાકોર ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો…ઠંડુ તરબૂચ-મકાઈનું સલાડ તમને હીટ સ્ટ્રોકથી બચાવશે
પાંચેય આરોપી મોબાઇલ વિના જ જુગાર રમતાં હતા
પોલીસે પાંચેય આરોપી પાસેથી રૂ. 45 હજાર 600ની રોકડ, દાવ પરથી વધુ રૂ.7200 મળી કુલ રૂ.52 હજાર 800 જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન પાંચેય આરોપી મોબાઇલ વિના જ જુગાર રમતાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જુગાર ધારા હેઠળ પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.