Best Business Idea:
જો તમે પણ વધુ કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક એવા પ્લાન વિશે જણાવીશું, જેનાથી તમે મોટી કમાણી કરી શકો છો. આજે અમે તમને એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જે ભારત સરકારનું એક યુનિટ છે. આ બિઝનેસ શરૂ કરીને તમે દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તેના વિશે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.
CSC એ કર્યુ ટ્વીટ
આજે અમે તમને CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટરના એક બિઝનેસ વિશે માહિતી આપી છે, જે અમે તમને જણાવીશું. તે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગ હેઠળ કામ કરે છે.
क्या आप सिनेमा के मालिक बनना चाहते?
कम निवेश में सर्वश्रेष्ठ सिनेमा सेटअप और हर महीने 5 लाख तक कमाने की संभावना।
वीएलईएस, यहां अपनी रुचि जमा करें: https://t.co/zVw6lAY2T5#CSC #DigitalIndia #RuralEmpowerment #CSCRuralCinemas #OctoberCinema pic.twitter.com/fLoZzJJwbm
— CSCeGov (@CSCegov_) November 27, 2022
કેટલું રોકાણ કરવાનું રહેશે ?
CSC એ કહ્યું છે કે તમે મિની થિયેટર / સિનેમા હોલ દ્વારા મોટી કમાણી કરી શકો છો. તેના માટે તમારે માત્ર એક ફ્રી ફોર્મ ભરવાનું રહેશે. CSC ના ટ્વીટથી મળેલી માહિતી મુજબ તમારે આ બિઝનેસના સેટઅપ માટે 7.5 લાખ રૂપિયાથી ઓછું રોકાણ કરવું પડશે.
કેટલી જગ્યાની જરૂર પડશે ?
સિનેમા શરૂ કરવા માટે તમારી પાસે લગભગ 1000 થી 2000 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે તમારી પોતાની જગ્યા છે તો તમે વધુ પૈસા બચાવી શકશો. જો નહીં, તો તમે ભાડા પર પણ જગ્યા લઈ શકો છો. આ સિવાય આ જગ્યા પર ઈમારતની છતની ઊંચાઈ લગભગ 15 ફૂટ હોવી જોઈએ.
આ પણ વાંચો… પૈસાની લાલચમાં રાજકોટના બે વેપારીઓએ ગુમાવ્યા ૯.૫૦ લાખ
દર મહિને થશે 5 લાખની કમાણી
આ સિવાય તમે તમારા સિનેમાની આસપાસ ફૂડ કોર્ટ, મનોરંજન માટેનું સ્થળ અને અનેક પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ બનાવી શકો છો. તેનાથી તમારી આવકમાં પણ વધારો થશે. તમે આ બિઝનેસ દ્વારા દર મહિને 5 લાખ સુધીની કમાણી કરી શકો છો.
લોન માટે કરી શકો છો અરજી
જો તમને આ બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયાની જરૂર હોય તો તમે પીએમ મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છો. આ સિવાય તમે કોઈપણ બેંકમાંથી લોન માટે પણ અરજી કરી શકો છો.