Ahmedabad :
એએમસી દ્વારા અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણ માટે 467 કરોડના કામો મંજૂર કરાયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલની મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાના નિવારણ માટે અગાઉ બજેટમાં તેના ડેવલપમેન્ટ માટેના કામોની દરખાસ્ત પણ મુકાઈ હતી ત્યારે આ દિશામાં કામગિરી તેજ બની છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલનું પાંચ તબક્કામાં રૂ. 1200 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યારે આજે પાણી અને ગટર વ્યવસ્થા સમિતિની મળેલી બેઠક બાદ રૂ. 467 કરોડના કામો મંજૂર કરાયા છે. ખારીકટ કેનાલના વિકાસ માટે પાંચ તબક્કામાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
દિવાળી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ વિવિધ ફેઝમાં આ કામોને મંજૂરી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો… બાળકો માટે ઝડપથી ચીલી ચીઝ નૂડલ્સ બનાવવાની રેસીપી
ત્યારે પૂર્વ વિસ્તારની અંદર નરોડા સ્મશાનગૃહથી નવયુગ સ્કૂલ અને ઓઢવ ફાયર સ્ટેશનથી વસ્ત્રાલ સુધીના તબક્કાના બે આરસીસી પ્રીકાસ્ટ બોક્સને વિવિધ કામોને મંજૂરી અપાઈ છે.
પાણી અને ગટર વ્યવસ્થા સમિતિએ આજે 467 કરોડના કામો મંજૂરી આપી છે. કોર્પોરેશન અને કન્સલ્ટન્ટનો રિપોર્ટ મળ્યા બાદ કંપની દ્વારા કેટલું કામ થયું છે. ફેક્ટરી આવેલી છે તે કેટલા કિલોમીટર છે. ત્યાર બાદ તેને મંજૂરી આપવામાં આવી છે.