Gandhinagar :
આવતી કાલે ચૂંટણી માટે આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે કાલે સવારે 8 કલાકે મતદાન લોકો આવીને કરી શકે તેને લઈને તમામ જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગરમાં જિલ્લાના પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં ૭-૭ એમ કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યા
લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે આજે સોમવારે બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે વધુમાં વધુ મતદારો લોકશાહીના આ અવસરમાં ઉત્સાહભેર જોડાઈને મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓને રવિવારે મોડી રાત સુધી આખરી ઓપ અપાયો હતો.
આ પણ વાંચો…અમદાવાદમાં આવતી કાલે ચૂંટણી હોવાથી EVM, VVPATનું વિતરણ કરાયું
ખાસ કરીને, જિલ્લાના પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં ૭-૭ એમ કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યા છે, જ્યાં સમગ્ર કામગીરી તમામ મહિલા કર્મચારીઓ સંભાળવાના છે. આ જ પ્રકારે પ્રત્યેક વિધાનસભામાં એક-એક દિવ્યાંગ મતદાન મથક, એક-એક આદર્શ મતદાન મથક પણ ઊભાં કરાયાં છે. જ્યારે દરેક મતવિસ્તારમાં એક-એક ઈકો-ફ્રેન્ડલી મતદાન મથક છે. જ્યાં સમગ્ર વાતાવરણ પ્લાસ્ટિકમુક્ત અને નૈસર્ગિક હોવાનો અનુભવ થશે. આ સિવાય, ગાંધીનગર ઉત્તરમાં ખાસ યુવા મતદાન મથક પણ બનાવવામાં આવ્યું છે.