28.7 C
Gujarat
December 22, 2024
EL News

31 July 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

Share
Daily Horoscope:
આજનું પંચાંગ

 

તારીખ ૩૧/૦૭/૨૦૨૨

રવિવાર

વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪

ખ્રિસ્તી સંવત ૨૦૨૨

તિથી- શ્રાવણ સુદ ત્રીજ ૦૪:૦૪ સુધી ૦૧/૮

નક્ષત્ર- મઘા ૧૪:૨૦ સુધી પૂર્વ ફાલ્ગુની

યોગ- વરિયાન ૧૯:૧૨ સુધી પરિઘ

કરણ- તૈતિલ

સૂર્યોદય- ૦૬:૦૯

સૂર્યાસ્ત ૧૯:૨૩

ચંદ્ર રાશિ- સિહ

રાશિ અક્ષર- (મ ટ)

સુર્ય રાશિ- કર્ક

દિશા શૂળ- પશ્વિમ

રાહુકાળ- ૧૭:૪૩ થી ૧૯:૨૨

અભિજિત મુહૂર્ત- ૧૨:૨૦ થી ૧૩:૧૩

 

દિવસ ના ચોઘડિયા

 

ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત, કાળ,શુભ,રોગ,ઉદ્વેગ

 

રાત્રી ના ચોઘડિયા

શુભ,અમૃત,ચલ,રોગ, કાળ,લાભ,ઉદ્વેગ,શુભ

 

આજનું રાશિ ફળ

 

 રાશિ મેષ – અ લ ઈ અક્ષર

અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે.

શુભ અંક ૨

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર

આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે.

શુભ અંક ૫

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર  

તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ.

શુભ અંક ૩

રાશિ કર્ક – ડ હ અક્ષર

ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે.

શુભ અંક ૨

રાશિ સિંહ – મ ટ અક્ષર

શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું.

શુભ અંક ૭

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર

રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે.

શુભ અંક ૭

રાશિ તુલા – ર ત અક્ષર

અંગત સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે.

શુભ અંક ૫

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર 

કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.દિવસ શુભ છે.

શુભ અંક ૩

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર

તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો.

શુભ અંક ૩

મકર રાશિ – ખ જ અક્ષર

મિત્રો તરફથી નુકસાની થાય.આજે પરિવાર નાં કામ માં વ્યસ્ત રહો.વિદ્યાર્થી ને ભણવામાં મન ના લાગે.

શુભ અંક ૪

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર 

કૌટુંબિક કાર્ય થઈ શકે. પ્રવાસથી ખર્ચ અને સમસ્યા રહે. એક પછી એક વિઘ્ન આવતાં દિવસ બેજાર લાગે. પૂરાં થવાં આવેલાં કામ બગડે.

શુભ અંક ૯

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર

નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.

શુભ અંક ૪

 

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

 

દરરોજ નાં ચોઘડિયા, પંચાંગ અને રાશિફળ માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News 👇

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

18 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

વાસ્તુદોષને દૂર કરવા અને સુખ સમૃદ્ધિ માટે આ વાસ્તુ ઉપાયો અચૂક અપનાવો

elnews

1 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર..

elnews

Leave a Comment

error: Content is protected !!