EL News
અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફયાસા, સુરતના 10 લોકો અને વડોદરાના 20 લોકો છે. ફસાયેલા લોકો દ્વારા ગુજરાત સરકાર પાસેથી મદદની માગ કરવામાં આવી રહી છે.
છેલ્લા ત્રણ દિવસથી તમામ યાત્રાળુઓ ફસાયા છે. તેઓ કડકડતી ઠંડી અને વરસાદી માહોલ વચ્ચે બિમાર પડી રહ્યા છે. ગરમ ચીજવસ્તુઓ જ ખાવી પડે તેવી સ્થિતિ છે ત્યારે ગરમ વસ્તુઓ ખાવા માટે ડબલ રુપિયા પણ તેમને ચૂકવવા પડી રહ્યા છે.
અમરનાથ ગુફાથી 6 કિમી દૂર પંચતરણીમાં ગુજરાતીઓની ફસાવાની ઘટના બની છે. આજે આ ત્રીજો દિવસ છે. જ્યાં તેઓ અત્યારે ટેન્ટમાં રહી રહ્યા છે પરંતુ સતત ત્રણ દિવસથી પડેલા વરસાદના કારણે ટેન્ટ ભીના થયા છે અને ગાદલા તેમજ કપડા પણ ભીના થઈ ગયા છે. નીચે ઉતરવાની મનાઈ છે અને આગળ રસ્તો બંધ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાતીઓ ત્યાં સમય વ્યતિત કરી રહ્યા છે.
અમરનાથ યાત્રા દરમિયાન ત્યાં ફસાયેલા લોકો દ્વારા ગુજરાત સરકાર પાસેથી મદદની માગ કરવામાં આવી રહી છે. ફસાયેલા 30 લોકોમાંથી અમરનાથ યાત્રામાં એક 13 વર્ષની કિશોરી પણ સામેલ છે.
આ પણ વાંચો… રાજકોટવાસીઓ આનંદો: પાણીની સમસ્યા થશે દૂર :
રસ્તો શરુ થયા બાદ સૂચન આપવામાં આવી શકે છે. ત્યાંના લોકોનું કહેવું છે કે, જલદીથી જ રેસ્ક્યુ કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે. સતત ત્યાં બરફ પડી રહ્યો છે ત્યાં રાત્રિ દરમિયાન માઈનસમાં તાપમાન થઈ જાય છે ત્યારે ઠંડીમાં ત્યાં ફસાયેલા લોકોને ખૂબ મોટી મુશ્કેલીઓ પડી રહી છે.