Rajkot, EL News:
રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે ત્યારે લોકોની વ્યથાઓ પણ સામે આવી રહી છે ત્યારે રાજકોટ પોલીસે સક્રીય થઈને શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે.
ગોંડલના ભૂણાવાના ખેડૂતોની ફરિયાદને આધારે પીલોસે આ કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર 2015માં ત્રણ વ્યાજખોરો પાસેથી ધંધા માટે લીધા હતા. 5 ટકાના માસિક વ્યાજે રુપિયા 50 લાખ વ્યાજે લીધા હતા. 50 લાખની સામે વ્યાજખોરોએ 1.37 કરોડ પડાવી લીધા હતા. આટલી રકમ લીધા છતાં પણ સતત રુપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી.
આ પણ વાંચો…ડાયાબિટીસ અને હાઈ બ્લડ શુગરનું જોખમ આ રીતે ઘટશે
રાજ્યભરમાં વ્યાજખોરો સામે સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે મળતી વિગત અનુસાર આ મામલે ભાજપના પુત્ર સહિત 3 વ્યાજખોરો સામે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કડકાઈ દાખવવામાં આવી રહી છે.
રાજકોટમાં પણ ખેડૂતો મોટી રકમ લેતા વધુ રકમની વસૂલાત કરવામાં આવી હતી અને વારંવાર 50 લાખની રકમ સામે 1.37 કરોડ પડાવ્યા બાદ પણ રુપિયા માંગતા હોવાનું ખેડૂતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ ઉપરાંત જમીન પડાવી લેવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક એકર જમીનના કાગળીયા પણ કરાવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ ઝૂંબેશ અંતર્ગત રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ફરીયાદ અને એફઆરઆઈ પણ દાખલ કરવામાં આવી છે. કેટલાકને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.