21.5 C
Gujarat
December 27, 2024
EL News

સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ કેસમાં 3 દોષિતોને સસ્પેન્ડ કરાયા

Share
Vadodara , EL News

ઓર્થોપેડીક વિભાગના સિનિયર માત્ર 3 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરામાં સુમનદિપ વિદ્યાપીઠમાં રેગિંગની ઘટના સામે આવી હતી. સિનિયરો દ્વારા જૂનિયરોને રેગિંગ કરાતું હતું. ત્યારે આ મામલે ઈન્કવાયરી કરવામાં કોલેજની બેઠી હતી.

PANCHI Beauty Studio

જેમાં હાર્દિક નાયક, ક્ષેમશંકર શાહ, ગૌરાંગ વડોદરીયા સસ્પેન્ડ કરાયા છે. રેગિંગ મામલે વાલીઓએ અને પિડીતોએ સંચાલકો સામે સવાલ ઉઠાવ્યા છે. સિનિયર દ્વારા જૂનિયરોનું રેગિંગ કરવામાં આવતું હતું. સંચાલકોએ દોષિત સામે પોલીસ ફરીયાદ કેમ ના કરી તેને લઈને પણ સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચો…ગુજરાતીઓ માટે ડ્રાયફ્રૂટ્સ ગુલાબ જામુનની સરળ રેસિપી

સિનિયર્સ જુનિયર વિદ્યાર્થીઓને 11 કલાક કામ કરાવતા હતા
આ ઘટનાની અસર વિદ્યાર્થી પર એવી થઈ કે વિદ્યાર્થીના મનમાં આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. પોસ્ટ ગ્રેજ્યુએશન ઓર્થોપેડિક્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફરિયાદ કરી હતી. કે રેસિડેન્ટ, સેકન્ડ યર અને થર્ડ યર મેડિકલ સ્ટુડન્ટ્સે અયોગ્ય વર્તન કર્યું હતું. જેમાં અરજીમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. સિનિયર્સ જુનિયર વિદ્યાર્થીઓને 11 કલાક કામ કરાવતા હતા.

કોલેજ શરૂ થયાના 10 દિવસમાં જ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થતું હતું
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીનીના માતા-પિતાનો આરોપ હતો કે કોલેજ શરૂ થયાના 10 દિવસમાં જ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થતું હતું. તેમને રોજિંદા કામ માટે પણ હોસ્ટેલમાં જવા દેવામાં આવતા ન હતા. સિનિયરો પોતાનો અંગત ખર્ચ જુનિયર વિદ્યાર્થીઓ પૈસાથી  કરતા હતા. વિદ્યાર્થીને ધમકી પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતી હતી. વિદ્યાર્થીને પોતાનું કામ પૂરું કરીને વોર્ડમાં જ દર્દીના પલંગ પર સૂવાની ફરજ પડાતી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો બીજો રોડ શો

elnews

વડોદરા/ MS યુનિવર્સિટીમાં ચૂંટણી નજીક આવતા વિદ્યાર્થી સંગઠનોની સક્રિયતા વધી, તડજોડની રાજનીતિ શરુ

cradmin

પ્રેમ અપહરણ અને મર્ડર મિસ્ટ્રી: ગોધરા નાં નામાંકિત ચહેરાઓની અટકાયત

elnews

Leave a Comment

error: Content is protected !!