24.9 C
Gujarat
December 23, 2024
EL News

28 July 2022: દશામાની મૂર્તિનો સ્થાપના સમય, પંચાંગ અને રાશિફળ.

Share
Daily Horoscope:
આજનું પંચાંગ, રાશિફળ અને દશામાની પ્રતિમાનો સ્થાપના નો સમય.

તારીખ ૨૮/૦૭/૨૦૨૨ ગુરુવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી અષાઢ વદ અમાસ ૨૩:૨૪ સુધી એકમ
નક્ષત્ર- પુષ્ય પૂર્ણ રાત્રી સુધી
યોગ-વજ્ર ૧૭:૫૭ સુધી સિદ્ધિ
કરણ- ચતુષ્પાદ

સૂર્યોદય- ૦૬:૦૮
સૂર્યાસ્ત ૧૯:૨૬
ચંદ્ર રાશિ- કર્ક
રાશિ અક્ષર- ( ડ હ )
સુર્ય રાશિ- કર્ક
દિશા શૂળ- દક્ષિણ
રાહુકાળ- ૧૪:૨૬ થી ૧૬:૦૫
અભિજિત મુહૂર્ત- ૧૨:૨૦ થી ૧૩:૧૩

( દર્શ અમાસ,હરિયાળી અમાસ,ગુરુ પુષ્યામૃત યોગ,અમૃત સિદ્ધિ યોગ )

( *દશામાં પૂજન દિવસ* પૂજા નો સમય- સવારે ૬:૦૯ થી ૭:૪૮ સુધી ૧૧:૦૭ થી ૧૬:૦૭ સુધી સ્થાપના કરવી )

દિવસ ના ચોઘડિયા
શુભ,રોગ,ઉદ્વેગ, ચલ,લાભ,અમૃત, કાળ,શુભ

રાત્રી ના ચોઘડિયા
અમૃત,ચલ,રોગ, કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત

આજનું રાશિ ફળ

રાશિ મેષ – અ લ ઈ અક્ષર
આજે તમે ભાગ્યશાળી થશો. સહજતાથી બધાં કામ સમયસર થતાં જોવા મળશે.
શુભ અંક ૪

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર
કાર્ય દરમિયાન કેટલીક નવી માહિતી પ્રાપ્ત થશે, જેના કારણે કાર્ય સરળતાથી પૂર્ણ થશે અને મહેનતનું ફળ પણ પ્રાપ્ત થશે.
શુભ અંક ૭

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર
બહારના ખોરાક અને પીણાથી દૂર રહેવાની સલાહ આપું છુ. નાણાકીય કારણોસર જીવન સાથીથી અંતર રહેશે.
શુભ અંક ૫

રાશિ કર્ક – ડ હ અક્ષર
તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો.
શુભ અંક ૧

રાશિ સિંહ – મ ટ અક્ષર
આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવા ની પુરી શક્યતા છે.
શુભ અંક ૬

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર
તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે.
શુભ અંક ૩

રાશિ તુલા – ર ત અક્ષર
આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો.
શુભ અંક ૮

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર
મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો.
શુભ અંક ૮

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર
આજ ના દિવસે તમે ઘરે થી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવા થી તમારું મૂડ ખરાબ થયી શકે છે
શુભ અંક ૭

મકર રાશિ – ખ જ અક્ષર
તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો- તો બાળકો સાથે વધુ સમય વિતાવો-તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે.
શુભ અંક ૭

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર
નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે.
શુભ અંક ૨

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર
ઑફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે.
શુભ અંક ૮

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

દરરોજ નાં ચોઘડિયા, પંચાંગ તથા રાશિફળ જોવા માટે આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો

El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

26 july 2022, રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર..

elnews

આ શાળામાં ખેલાડીઓને અભ્યાસ અને હોસ્ટેલ ફ્રિ તેમજ…

elnews

ગાંધીનગરમાં ખેડૂતો, આરોગ્યકર્મી, જવાનોઓનું આક્રમક વલણ

elnews

Leave a Comment

error: Content is protected !!