Nadiyad:
26 વર્ષીય ટ્વિન્કલનો 9 મિનિટ 20 સેકન્ડ સુધી કઠિન મરિચ્યાસ યોગનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.
કોરોનાકાળથી શરૂ થયેલી યોગની સફર ઈન્ટરનેશનલ રેકર્ડ સુધી પહોંચી.
26 વર્ષીય ટ્વિન્કલનો 9 મિનિટ 20 સેકન્ડ સુધી કઠિન મરિચ્યાસ યોગનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. કોરોનાકાળથી શરૂ થયેલી યોગની સફર ઈન્ટરનેશનલ રેકર્ડ સુધી પહોંચી નડિયાદના કપડવંજ રોડ પર રહેતી 26 વર્ષીય ટ્વિન્કલ આચાર્યએ યોગાસન ક્ષેત્રમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.
કોરોનાકાળ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચથી પ્રેરિત થઈ ટ્વિન્કલે યોગની શરૂઆત કરી હતી. ગત તા.27 માર્ચના રોજ તેણીએ સુપ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે સતત 11 મિનિટ સુધી ‘પિંડાસનયુક્ત સર્વાગાસન’ કરી ઇન્ટરનેશનલ બુક ઓફ એક્સિલન્સ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતુ. જેનાથી આગળ વધી હવે તેણીએ એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બુકમાં પોતાનું અને નડિયાદ શહેરનું નામ નોંધાવ્યું
21 જૂનના રોજ તેણીએ ડાકોર રોડ પર આવેલા આનંદ આશ્રમ ખાતે યોગાસનમાં અત્યંત કઠિન ગણાતુ મરિચ્યાસના આસન કર્યું હતું. તેણીએ 9 મિનિટ અને 15 સેકન્ડ સુધી આસન કરી ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બુકમાં પોતાનું અને નડિયાદ શહેરનું નામ નોંધાવ્યું છે.
માતાપિતા અને ભાઈ સાથે રહેતી ટ્વિન્કલ આચાર્યએ નડિયાદમાં જ એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જે બાદ ડિપ્લોમા ઇન યોગ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી કર્યો છે.
2 comments
[…] આ પણ વાંચો… https://www.elnews.in/news/5636/ […]
[…] […]