Ahmedabad :
અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન દોડાવવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 1700 કરોડના હસ્તાક્ષર આ કાર્ય માટે થયા છે. અમદાવાદમાં ફેઝ 1 મેટ્રોની કામગિરી પૂર્ણ થયા બાદ મેટ્રો શરુ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદથી ગાંધીનગરમાં પણ મેટ્રો શરુ કરવાને લઈને કામગિરી પુરજોશમાં થઈ રહી છે. આ કામગિરી ઝડપી થાય એ દિશામાં તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
ફેઝ ટુ રુટ માટે 1700 કરોડના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ફ્રેન્ચ રાજદૂતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ફ્રેન્ચ રાજદૂતે મેટ્રો સાઈટની વિઝિટ કરી હતી ત્યાર બાદ 1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ તૈયાર કરી હસ્તાક્ષર પણ થઈ ચૂક્યા છે. જેથી ફેઝ 2 કે જે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે શરુ થઈ રહ્યો છે તેને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર સુધી જવા માટે લોકોને ખૂબ જ સરળતા મળશે ધીમે ધીમે આ બન્ને શહેરો એક બીજાની નજીક આવી રહ્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ સરળ બનશે.
ગાંધીનગર સુધી પ્રોજેક્ટના બીજા તબક્કામાં 7000 કરોડ થવાની ધારણા
મેટ્રો અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે ત્યારે 2024 સુધીમાં તેનું કામ પૂર્ણ થશે તેવી શક્યતા છે ત્યારે તેમાં 7000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. 22.8 કિમીનો કોરીડોર મોટેરા સ્ટેડીયમથી મહાત્મા મ્ંદિર અને 5.4 કિમી કોરીડોર જીએનએલયુથી ગિફ્ટ સુધીનો નિર્ધારીત કરાયો છે.
આ પણ વાંચો… ખાધા પછી પીઓ લીંબુ પાણી, સ્વાસ્થ્યને મળશે ફાયદા
2003થી લઈને અત્ચાર સુધી આટલા કરોડનો અંદાજ વધ્યો
2003માં 3500 કરોડનો અંદાજ હતો ત્યાર બાદ આ કોસ્ટ 2006માં 5500 કરોડ પર પહોંચી આ ઉપરાંત આગળ જતા તેના 4 વર્ષ પછી 2010માં કોસ્ટ 8000 કરોડ પર પહોંચી હતી આ ઉપરાંત એ પછી 2011ની અંદર મેટ્રોનો અંદાજિત ખર્ચ 9000 કરોડ પર પહોંચ્યો આ ઉપરાંત ધીમે ધીમે આ કોસ્ટમાં સતત વધારો થતો રહ્યો અને મેટ્રો રેલ પાછળ 12000 કરોડનો ખર્ચ પહોંચ્યો છે.