Surat, EL News
સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, એમબીબીએસનો અભ્યાસ કરતા 120 વિદ્યાર્થીઓને એક સામાન્ય પરંતુ દર્દીઓના સ્વાસ્થ્યને જાણવા માટે સૌથી મહત્ત્વની ગણાતી બ્લેડ પ્રેશર માપવાની પ્રક્રિયા પણ યોગ્ય રીતે ન આવડતા તેમને નાપાસ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ જ્યારે આ અંગે વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરવા ગયા તો કુલપતિ નાપાસ કરવા પાછળનું કારણ જાણી પોતે પણ ચોંકી ઉઠ્યા હતા.
પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન બ્લડ પ્રેશર માપવા કહ્યું હતું
માહિતી મુજબ, સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…રાજકોટમાં હોળી ધુળેટીની ધમધોકાર તૈયારી
આ પરીક્ષા દરમિયાન 120 વિદ્યાર્થીઓ બ્લડ પ્રેશર માપવા જેવી સામાન્ય પ્રક્રિયા પણ યોગ્ય રીતે કરી શક્યા નહોતા. આથી તમામ 120 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓ કુલપતિ પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે, નાપાસ કરવા પાછળનું કારણ જાણી કુલપતિ પોતે પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમને ભારે આંચકો લાગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બ્લડ પ્રેશરની ભૂમિકા માનવીના શરીરમાં મહત્ત્વની હોય છે. બ્લડ પ્રેશર ઊંચું રહેતું હોય કે વધારે નીચું રહેતું હોય ત્યારે વ્યક્તિના શરીર પર તેની વિપરિત અસર પડતી હોય છે. ત્યારે ડૉક્ટર્સ પણ દર્દીનું બ્લડ પ્રેશર યોગ્ય લેવલ પર છે કે નહીં તે જાણ્યા પછી જ સારવાર શરુ કરે છે. આવી સ્થિતિમાં ડોક્ટર્સને બ્લડપ્રેશર માપવાનું જ્ઞાન હોવું જરૂરી હોય છે. ત્યારે સુરતની યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.