Daily Horoscope:
આજનું પંચાંગ
તારીખ ૦૧/૦૮/૨૦૨૨
સોમવાર
વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪
ખ્રિસ્તી સંવત ૨૦૨૨
તિથી- શ્રાવણ સુદ ચોથ ૦૫:૧૩ સુધી ૦૨/૮
નક્ષત્ર- પૂર્વ ફાલ્ગુની ૧૬:૦૬ સુધી ઉત્તર ફાલ્ગુની
યોગ- પરિઘ ૧૯:૦૪ સુધી શિવ
કરણ- વણીજ
સૂર્યોદય- ૦૬:૦૯
સૂર્યાસ્ત ૧૯:૨૩
ચંદ્ર રાશિ- સિહ ૨૨:૨૯ સુધી કન્યા
રાશિ અક્ષર- (મ ટ)
સુર્ય રાશિ- કર્ક
દિશા શૂળ- પૂર્વ
રાહુકાળ- ૦૭:૪૯ થી ૦૯:૧૧
અભિજિત મુહૂર્ત- ૧૨:૨૦ થી ૧૩:૧૩
દિવસ ના ચોઘડિયા
અમૃત,કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ,લાભ,અમૃત
રાત્રી ના ચોઘડિયા
ચલ,રોગ,કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ
(દશમા ની પૂજા ના મુહુર્ત સવારે ૦૬:૧૦ થી ૭:૪૯ સુધી ૦૯:૨૮ થી ૧૧:૨૩ સુધી)
(શ્રાવણ મહિના નો પહેલો સોમવાર શિવજી ને શેરડી નો રશ થી અભિષેક કરો કે ગાય ના દૂધ થી અભિષેક કરો )
આજનું રાશિ ફળ
રાશિ મેષ – અ લ ઈ અક્ષર
પ્રેમ જીવનમાં એક નવી શરૂઆત કરશે અને સંબંધો પણ મજબૂત બનશે. સમાજમાં આજે તમારી સારી ઓળખ થશે.
શુભ અંક ૨
રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર
મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. કાર્યસ્થળ પર તમે તમારી વાત સાબિત કરી શકશો. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ બાબતમાં તમારી સલાહને વિશેષ મહત્વ આપવામાં આવશે.
શુભ અંક ૫
રાશિ મિથુન – ક છ ઘ અક્ષર
આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે.
શુભ અંક ૩
રાશિ કર્ક – ડ હ અક્ષર
નોકરીના ક્ષેત્રમાં તમારી સમસ્યાઓ દૂર થશે. આજે કરવામાં આવેલ નાની યાત્રા તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમને માતા-પિતાના આશીર્વાદ મળશે.
શુભ અંક ૨
રાશિ સિંહ – મ ટ અક્ષર
આજનો દિવસ તમને પ્રતિકૂળ પરિણામ આપશે. સવારથી જ કામ કરવામાં શારીરિક અને માનસિક અસમર્થતા રહેશે. વારાફરતી બે વિષયોમાં ભટકવાના કારણે મન મૂંઝવણમાં રહેશે.
શુભ અંક ૭
રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર
આજે તમારા જીવનસાથીના સહયોગથી તમારું મનોબળ ઉંચુ રહેશે. તમને કોઈપણ કામ ઉતાવળમાં ન કરવાની સલાહ આપવામાં આવે છે, કામ શાંતિથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
શુભ અંક ૭
રાશિ તુલા – ર ત અક્ષર
આજે તમારો દિવસ કઠિન લાગે છે. કાર્યમાં સખત મહેનત કરવા છતાં તમને ઇચ્છિત પરિણામ નહીં મળે. ઓફિસના કામમાં દોડધામ વધુ રહેશે.
શુભ અંક ૫
રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર
તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તમે જે પણ કાર્ય માતા-પિતાના આશીર્વાદથી શરૂ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.
શુભ અંક ૩
રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર
પતિ-પત્ની એકબીજાની લાગણીઓને સમજશે. ધંધામાં અચાનક મોટો ફાયદો થવાની સંભાવના છે.
શુભ અંક ૩
મકર રાશિ – ખ જ અક્ષર
મનોરંજન પાછળ વધુ પૈસા ખર્ચ થઈ શકે છે. તમારા વિચારો સકારાત્મક રાખો. ઓફિસનું વાતાવરણ સારું રહેશે.
શુભ અંક ૪
કુંભ રાશિ – ગ શ ષ અક્ષર
આવકના ક્ષેત્રમાં સતત વધારો થશે. વેપારમાં લાભદાયક કરાર થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
શુભ અંક ૯
મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર
તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો, નહીં તો નુકસાન થઈ શકે છે.
શુભ અંક ૪
શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News