EL Auto: છેલ્લા કેટલાક સમયથી સેમી કંડક્ટર (semi conductor) ચીપની અછતને કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે સેમી કંડક્ટર ચીપની સપ્લાયમાં સુધારો થતાં પેસેન્જર વાહનો (passenger vehicle)ના રિટેલ વેચાણમાં 40 ટકાની વૃદ્વિ જોવા મળી છે. ખાસ કરીને ઓટો (auto) સેક્ટરમાં SUV કારની માંગ વિશેષ રીતે વધી છે. ઓટો કંપનીઓના મોટા ભાગના સેગમેન્ટમાં વાહનોના કુલ વેચાણો 27 ટકા વધી 1550855 યુનિટ (1219657 યુનિટ) નોંધાયા હતા. જો કે પ્રીકોવિડ સ્તર કરતાં 9 ટકા ઘટાડો થયો છે.પેસેન્જર વાહનોના વેચાણમાં વૃદ્વિજૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો જૂનમાં 260683 પેસેન્જર વાહનોની નોંધણી થઇ હતી.
જે ગત વર્ષે જૂનમાં 185998 પેસેન્જર વાહનો કરતાં 40 ટકાનો વધારો દર્શાવે છે. બીજી તરફ સેમીકંડક્ટરની અછત દૂર થતા હવે પીવી સેગમેન્ટમાં પણ તેજી યથાવત રહેશે તેવો આશાવાદ ફાડાના પ્રેસિડેન્ટ વિકેશ ગુલાટીએ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ કોમ્પેક્ટ એસયુવી અને એસયુવીની માંગ ઉચી રહી છે.
ચીપની અછતને કારણે બીજી તરફ એસયુવીનો વેઇટિંગ પીરિયડમાં પણ વધારો થયો છે.ટુ-વ્હીલર્સના વેચાણમાં પણ વધારોકાર બાદ ટુ-વ્હીલર્સના સેગમેન્ટમાં પણ માંગમાં વધારો જોવા મળ્યો છે. ટુ વ્હીલર્સના વેચાણો 20 ટકા વધી 1119096 યુનિટ નોંધાયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં નબળા માર્કેટ સેન્ટિમેન્ટ, માલિકીના ઉંચા ખર્ચ, ફુગાવાના દબાણ સહિતના પરિબળોને લીધે ટુ-વ્હીલરની માગ ઘટી રહી છે. બીજી તરફ કોમર્શિયલ વાહનોના રિટેલ વેચાણો 89 ટકા વધી 67696 યુનિટ નોંધાયા હતા. થ્રી વ્હીલર્સના વેચાણો પણ સાડા ત્રણ ગણા વધી 46040 યુનિટ નોંધાયા હતા.
નોંધનીય છે કે કાચા માલના ભાવ વધવાને કારણે ઓટોમોબાઇલ સેગમેન્ટમાં ઇનપુટ કોસ્ટ વધી છે. બીજી તરફ ઇંધણની પણ સતત વધતી કિંમતોને કારણે પણ પરિવહન ખર્ચ વધ્યો છે. જેની અસર પણ બિઝનેસ આઉટલુક પર જોવા મળી રહી છે