Vipul Purohit:
ઇચ્છા શક્તિ
શાંતિથી બેસી વિચારવા જેવી વાત છેઃ ખરુને મિત્રો?
મનુષ્ય સિવાયની ત’મામ યોનિ ઓ પશુ ,પક્ષી, વ્રૃક્ષ વનસ્પતિ, જળચર પ્રાણી બધાંમાં ક્યાં છે ,આપડા જેવું ઈચ્છા સ્વાતંત્ર્ય. અર્થાત આપડે સૌથી શ્રેષ્ઠ સર્જન છીયે સૃષ્ટિ સર્જક નું ખરુંને !
અને તેથીજ આપડી પાસે જીવન વિકાસ ની સાથે સૃષ્ટિ ના વિકાસની પણ અપેક્ષા છે.
સમજાયું ને મિત્રો, ઈચ્છા સ્વાતંત્ર્ય નાં કારણે જ સુખ,દુઃખ,. પાપ પુણ્ય, મુક્તિ ભક્તિ ને અને તેથીજ મનુષ્ય જીવન ને પણ અર્થ છે.
એટલે આ નો સીધો સાદો અર્થ છે મારા પતન અને ઉત્થાનનુ કારણ એટલે કે મારા વિકાસ નો અધિકારી કે જવાબદાર પણ હું જ છું. સારી ઈચ્છા કરવા થી સત્કાર્યો થાય તેની સાથે સમગ્ર સૃષ્ટિ ની શક્તિ ઓ મદદ કરવા તૈયાર રહે.
અને ખરાબ ઈચ્છા થી શું થાય એ તો આપને સમઝાઈ જ ગયું હશે. અને હા તેના થી જીવન ફોગટ જાય અને મળેલ દેહ બીજા જન્મમાં ઈચ્છા સ્વાતંત્ર્ય વગરની યોનિ માં જ થાય.
તો પછી જાગો અને મળેલ માનવ દેહ નો સદુપયોગ કરી જીવન ને સાર્થક કરીએ, અને બીજા જન્મમાં પણ ફરીથી મનુષ્ય જન્મ મેળવીએ. કેમકે મૃત્યુ થી જીવન નો અંત નથી આવતો, હા ચિંતા,અને નિરાશા વાદી વિચારો બુઢાપો ચોક્કસ લાવશે.
તો આવો ચિંતા ને બદલે સારું ચિંતન કરી, મૃત્યુ નાં ભય ને દૂર કરી, મનુષ્યત્વ ખીલવીએ…..