મહેસાણા:
બોટ અનાયાસે ડૂબતા અમેરીકાની સુરક્ષા એજન્સીએ યુવકોને આ મામલે ઝડપી પાડ્યા.
ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછાના કારણે ઘણીવાર અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. તેમાં પણ ત્યારે કે જ્યારે તેઓ સીધા રસ્તાની જગ્યાએ દાવપેચ કરી વિદેશ જાય છે.
તેમાં પણ અમેરીકા જવાનું કૌભાંડ ફરી સામે આવ્યું છે. મહેસાણા જતા ચાર યુવકોને અમેરીકા મોકલવાનું કૌભાંડ સામે આવતા ફરી ચર્ચાએ જોર પકડ્યું છે.
કેનેડાથી અમેરીકા જતા બોટમાંથી 4 મહેસાણાના યુવકો ઝડપાયા છે. જેમને કેનેડા કોર્ટમાં હાજર કરાતા જજ સામે અંગ્રેજી બોલતા ના આવડતા સમગ્ર મામલો શંકા તરફ ગયો છે.
આઈએલટીએસમાં 8 બેન્ડ મેળવ્યા બાદ કેનેડાથી બોટમાં અમેરીકા
સમગ્ર ઘટના વિસ્તારથી જોઈએ તો મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર, સંગણપુરના યુવાનો જેમાં જેમાં ધ્રુવ રસિકભાઈપટેલ, નીલ અલ્પેશકુમાર પટેલ, ઉર્વીશ શૈલેષભાઈ પટેલ, સાવન રાજેન્દ્રકુમાર પટેલ કે જેઓ આઈએલટીએસમાં 8 બેન્ડ મેળવ્યા બાદ કેનેડાથી બોટમાં અમેરીકા પહોંચી રહ્યા હતા.
પરંતુ આ જ સમયે બોટ અનાયાસે ડૂબતા અમેરીકાની સુરક્ષા એજન્સીએ યુવકોને આ મામલે ઝડપી પાડ્યા હતા. તેમને ગેરકાયદેસર પ્રવેશતા હોવાની શંકા જતા યુવકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જેથી કોર્ટમાં રજૂ કરાયેલા આ યુવાનોને અંગ્રેજી બોલતા નહોતું આવડ્યું પરંતુ ગોર કરતા ખબર પડી હતી કે, તેમને 8 બેન્ડ મેળવ્યા છે. અમેરીકન એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને આ અંગેની જાણ કરી હતી.
ગુજરાતમાંથી વિદેશ જવાની ઘેલછા એ હદ સુધી વધી ગઈ છે કે, વિદેશ જવા માટે સીધો રસ્તો ના મળે તો આ પ્રકારે રસ્તો અપનાવતા ગુજરાતીઓ ફસાઈ જાય છે. થોડા મહિના પહેલા જ આ મામલે એક ગુજરાતી પરીવારે તેમનો જીવ ગુમાવવો પડ્યો છે.
વિદેશ જવાના ગેરકાયદેસર કિસ્સાઓ સામે આવતા જોવા મળી રહ્યા છે ત્યારે ફરીએકવાર આ પ્રકારે વિદેશ જવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના ચાર યુવકોનું ગેરકાયદેસર વિદેશ જવાનું કૌભાંડ સામે આવતા આ મામલો પોલીસ તપાસ સુઘી પહોંચ્યો છે.
મહેસાણા એસઓજી કરશે તપાસ
કેનેડાથી અમેરીકા નદીમાં પકડાયેલા યુવાનો મામલે આ કેસની તપાસ હવે જિલ્લા એસપીએ એસઓજીને સોંપી છે. જેથી આ સમગ્ર મામલે એજન્ટની તપાસ કરાશે. જેમાં કયા એજન્ટની સંડોવણી છે. આ બેન્ડ કેવી રીતે મેળવ્યા,8 બેન્ડ કેવી રીતે મેળવ્યા, આમ તમામ બાબતે તપાસ થઈ શકે છે.