વડોદરા :
શહેરના ગાજરાવાડી સુરેશ પંપની સામે આવેલ વિશ્વકર્મા નગરમાં ગંદકી સાથે દૂષિત પાણી પીતા લોકો અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતાં દૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.
અસંખ્ય મચ્છરોના ઉપદ્રવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
જો ખરેખર શહેરમાં થતી કામગીનું પરિણામ જોવું હોય તો એ ચોમાસાની ઋતુ દરમિયાન જ જોવા મળતી હોય છે.
ચોમાસાની ઋતુમાં જ ખબર પડતી હોય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલા કામો કરવામાં આવ્યા છે અને કેટલા બાકી રાખવામાં આવ્યા છે.
જો વાત કરવામાં આવે તો શહેરના સ્લમ વિસ્તારોમાં કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. આ વિસ્તારમાં રહેનારા માણસો જ છે છતાં પણ એમની સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે.
હાલમાં સ્થાનિકો પીવાના પાણી માટે પૈસા ખર્ચવા મજબુર બન્યા છે. વડોદરાના વિશ્વકર્મા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થઈ નથી.
કોર્પોરેટર અહીં જોવા પણ નથી આવતા ,ગટરના પાણી રોડ પર જ ભરાયેલા રહે છે. ગંદકી તથા ગંદા પાણીના કારણે અનેક લોકો બીમાર પડ્યા છે.
સાફ-સફાઈ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાનો ભય અહીંના રહેવાસીને રહેલો છે. કોર્પોરેશન અહીંના લોકોની વાત સાંભળતી નથી કે કોઈ અહીંના લોકોની સમસ્યાનું નિવારણ લાવતા નથી, આ બાબત પર સ્થાનિક લોકોમાં રોષ જોવ મળ્યો.
સ્થાનિકોએ જણાવ્યું કે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અમારા કરવો પડતો હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી.
ગંદા પાણીને કારણે ઘરે-ઘરે લોકો બીમાર થયા છે. મેલેરીયા, ટાઈફોડ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગ લોકોને થઈ રહ્યા છે. તથા જો આ આવી જ સમસ્યા રહેશે તો ગંદા પાણીને કારણે કોલેરા પણ ફાટી નીકળવાનો ભય અમને રહેલો છે.
સ્થાનિકો કહે છે કે આ સમસ્યા છેલ્લા ૩૫ વર્ષની છે કે પીવાના પાણીમાં ખૂબ જ દુર્ગંધ આવે છે અને સાથે જ જીવજંતુઓ પણ અંદર જોવા મળતા હોય છે. દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી પીવાથી નાના નાના બાળકો બીમાર પડી રહ્યા છે.
મજબૂરીમાં પાણી પીવા જગ મંગાવવા પડે છે. લોકો કહી રહ્યા છે ગંદકી એટલી બધી છે કે જમવાનું પણ ભાવતું નથી. કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચે છે તો આ પૈસા જાય છે ક્યાં અને આ લોકોની સમસ્યાનો અંત ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે.
આ જ પ્રકારના માહિતીસભર આર્ટિકલ્સ અને તમારા વિસ્તારના ચોક્કસ સમાચાર માટે જોડાયેલા રહો El News