Kheda:
લમ્પી વાઈરસનો વધતો જતો કહેર: લમ્પી વાઈરસને પગલે બગદાણા પાસેના કોટિયા ગામે રસીકરણ કેમ્પનું આયોજન;
પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ. હાલ તો સમગ્ર ગુજરાતમાં લમ્પી નામનો વાઈરસ મૂંગા અબોલ પશુઓ માટે જીવલેણ સાબિત થયો છે.
રવિવારે મહુવાના બગદાણા પાસે આવેલ કોટિયા નામના ગામે એક રસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર પશુપાલન અને પશુ દવાખાનાના સ્ટાફ, પશુ ચિકિત્સક ડોક્ટર અને ગ્રામજનો ભેગા થયા હતા અને રસીકરણની કામગીરી સો ટકા કરવા માટે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો… માનવના મગજ-શરીરના આકારમાં થતા ફેરફારો માટે આબોહવા જવાબદાર- સંશોધન
કોટિયા ગામે રસીકરણ કેમ્પ યોજાયો સમગ્ર રાજ્યમાં જેણે ભરડો લીધો છે એવા લમ્પી વાઈરસ સામે પશુમાં મરણની સંખ્યામાં થતો વધારો અટકાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
ત્યારે બગદાણા પાસે આવેલા કોટિયા ગામે એક રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પની અંદર પશુપાલન અને પશુ દવાખાનાના સ્ટાફ, પશુ ચિકિત્સક ડોક્ટર અને ગ્રામજનો ભેગા થયા હતા અને રસીકરણની કામગીરી સો ટકા કરવા માટે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રોગની સામે પશુઓને કઈ રીતે બચાવવા તેની વિશે પણ ડોક્ટર દ્વારા ગાઈડલાઈન પશુપાલકોને સમજાવવામાં આવી હતી.
1 comment
[…] આ પણ વાંચો..લમ્પી વાઈરસનો વધતો જતો કહેર. […]