લઠ્ઠાકાંડ:
એમોસ કંપનીના ડીરેક્ટરે કરેલી અરજી હાઈકોર્ટે સ્વિકારવાનો ઈનકાર કર્યો
એમોસ કંપનીના ડીરેક્ટર સમીર પટેલે આગોતરા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યારે એમોસ કંપનીના ડીરેક્ટરે કરેલી અરજી હાઈકોર્ટે સ્વિકારવાનો ઈનકાર કર્યો છે. હાઈકોર્ટે હાલના તબક્કે અરજી સ્વિકારવાનો ઈનકાર કરતા આ અરજી આરોપીઓએ પરત ખેંચી છે. બરવાળાની અંદર ઝેરી કેમિકલ કાંડમાં 50થી વધુના મોત થયા છે. ભોગ લેનાર કેમિકલ કાંડમાં સમીર પટેલને શોધવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એમોસ કંપનીના સમીર સહીતના ચાર માલિકો સામે ગંભીર કલમો પણ લગાવવામાં આવી છે.
સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. સાત દિવસમાં આ નિર્ણય તેમને લેવો પડશે.
ત્યારે એમોસ કંપનીના ડીરેક્ટર સહીતના ચાર માલિકોએ કેમિકલ કાંડમાં ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં આગોતરા મેળવવા માટે અરજી કરી હતી. સમીર પટેલે અરજી કરતા લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, મને કેમિકલ ચોરાયા વિશે ખબર નથી. હું એક પ્રતિષ્ઠીત વ્યક્તિ છું. અરજી તેમને કોર્ટે ઈનકાર કરતા તેઓ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. સાત દિવસમાં આ નિર્ણય તેમને લેવો પડશે. બીજી તરફ સીટ દ્વારા કંપનીના ડિરેક્ટર સહીતના કંપનીના 4 માલિકોને શોધવા માટેની તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે આ મામલે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે તેમની અરજી સ્વિકારવામાં ના આવતા એમોસના માલિકોની મુશ્કેલીઓ વધી શકે છે.